પ્રીટી ઝિંટાને આવી ભારતની યાદ
- પતિ સાથેની રોમેન્ટિક તસવીર શેર કરીને લખ્યું અમે ક્યારે ભારત આવી શકશું ?
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 મે 2020, રવિવાર
પ્રીતી ઝિંટા સોશિયલ મીડિયા પરસક્રિય છે અને લોકડાઉન દરમિયાન પણ પોતાની તસવીરો અને પોસ્ટ દ્વારા લોકોનું મનોરંજન કરી રહી છે.
પ્રીતીએ સોશિયલ મીડિયા પર પતિ સાથેની એક તસવીર શેર કરીને લખ્યું છે કે, કોરોના વાયરસ પહેલાનો અમારી ભારતની સફરની તસવીર.હવે અમે ફરી ભારત ક્યારે આવી શકશું કોણ જાણે. મને ભારતની બહુ યાદ આવી રહી છે. જોકે હું આભારી છું કે, મારી પાસે રહેવા માટે છત છે અને ખાવા માટે ખાવાનું છે તેમજ મારો પરિવાર મારી સાથે છે. આજે હું મારી પાસેની દરેક ચીજો માટે હું આભારમાની રહી છું. આશા રાખું છું કે બધા લોકડાઉનનું બરાબર પાલન કરશો અને ઘરે રહીને સુરક્ષિત રહેસો
ઉલ્લેખનીય છે કે, પ્રીટીએ ફિલ્મ દિલ સે થી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે હિંદી સિનેમા ઉપરાંત પંજાબી, તેલુગુ, અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે તેની કારકિર્દીની સોલ્જર, ક્યા કહના, ચોરી-ચોરી ચુપકે ચુપકે, દિલ ચાહતા હૈ, કોઇ મિલ ગયા, કલ હોના હો, ફર્ઝ, વીર ઝારા વગેરે ફિલ્મોમાં યાદગાર ભૂમિકા નિભાવી છે.