Get The App

બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની વયે બે જોડિયા બાળકોની માતા બની

Updated: Nov 18th, 2021

GS TEAM

Google News
Google News
બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની વયે બે જોડિયા બાળકોની માતા બની 1 - image


નવી દિલ્હી,તા.18.નવેમ્બર,2021

બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની વયે બે જોડિયા બાળકોની માતા બની છે.

પ્રીતિએ પોતાની ખુશીની પળોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેમાં પોતાના બંને બાળકોના નામ પણ ચાહકોને જણાવ્યા છે.

પ્રીતિએ પોતાના પતિ સાથે ફોટો શેર કરીને કહ્યુ હતુ કે, આજે હું તમારી સાથે એક અદભૂત ખબર શેર કરવા માંગુ છું. હું અને મારા પતિ જીન આજે બહુ ખુશ છે અને અમારા હૈયા પ્રેમથી છલકાઈ રહ્યા છે કારણકે અમારા ઘરમાં બે જોડિયા બાળકો જય અને જીયાએ જન્મ લીધો છે.

પ્રીતિએ આગળ પોસ્ટમાં લખ્યુ છે કે, અમે અમારા જિવનના નવા તબક્કાને લઈને બહુ રોમાંચિત છે.તમામ ડોક્ટર્સ, નર્સ અને અમારી સરોગેટનો હું આભાર માનુ છું.

પ્રીતિની પોસ્ટથી સ્પષ્ટ થયુ છે કે, તે સરોગસીથી માતા બની છે.હવે ચાહકોને આ બે બાળકોની ઝલક જોવા માટે આતરુતા છે.

Tags :