લૉકડાઉન ઇફેક્ટઃ 300 ટકા સુધી વધી 80-90ના દાયકાનો શો અને ફિલ્મોની ડિમાન્ડ
અમદાવાદ, તા. 2 મે 2020, શનિવાર
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભરડો લેતા મોટા ભાગના દેશમાં અત્યારે લોકડાઉન છે. દુનિયાની અડધી આબાદી અત્યારે પોતાના ઘરમાં કેદ છે. એવામાં લોકો પોતાનો સમય પસાર કરવા માટેનો એક માત્ર સહારો મોબાઇલ અને ઇન્ટરનેટ છે. સામન્ય રીતે લોકોમાં એક એવી છાપ છે કે આજના યુવાઓ નવા જમાનાની મુવી અને હોલીવુડની એક્શન ફિલ્મ વધારે પસંદ કરે છે પરંતુ લોકડાઉને આ ભ્રાંતિ તોડી નાખી છે. એક સર્વે મુજબ લોકડાઉનમાં લોકો જુની મુવી જોવાનું વધારે પસંદ કરે છે.
આ ટ્રેન્ડ એક ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળ્યો છે. માર્ચના મધ્ય સુધીમાં આ એપ પર વિડિયો સ્ટ્રીમીંગમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. રસપ્રદ વાત એ છે કે 80 અને 90ના દાયકાના લોકપ્રિય ટીવી શો જેવા માલગુડી ડેઝ, દેખ ભાઇ દેખ, જબાન સંભાલ જેવા શોના ટ્રાફિકમાં 300 ટકાનો વધારો થયો છે.
આ ઉપરાંત લોકો બોલીવુડની ક્લાસિક્સ ફિલ્મો જેવી - ચૌદહવી કા ચાંદ, મધર ઇન્ડિયા, ડોન, પડોસન, અંદાજ અપના અપના અને રાજા બાબૂ ખુબ જોઇ રહ્યાં છે. આવી ફિલ્મોની માગમાં 100 ટકાનો વધારો થયો છે. જુના કન્ટેન્ટની માગ સૌથી વધારે યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા શહેરોમાં છે.
તેનુ સૌથી મોટુ કારણ સસ્તો ડેટા અને સસ્તા 4જી સ્માર્ટફોન છે.