Get The App

'પવન સિંહને ધમકી નથી આપી, જે કરીએ છીએ ખુલ્લાઆમ...', લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ઑડિયો વાયરલ

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
'પવન સિંહને ધમકી નથી આપી, જે કરીએ છીએ ખુલ્લાઆમ...', લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ઑડિયો વાયરલ 1 - image


Pawan Singh Threat Case: ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ધમકી આપવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક ઑડિયો મેસેજ જાહેર કરાયો છે. જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગે પવન સિંહને કોઈપણ પ્રકારની ધમકી નથી આપી. આ ઑડિયોથી જોડાયેલા ગેંગસ્ટર હરિ બોક્સર તરફથી સામે આવી છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ ખોટી રીતે અપાઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે. ઑડિયો મેસેજમાં હરિ બોક્સરે કહ્યું કે, પવન સિંહને ગેંગ તરફથી કોઈ કોલ કે ધમકી નથી આપવામાં આવી. તેમણે એ પણ કહ્યું છે કે, પવન સિંહ કદાચ સુરક્ષાના ઉદ્દેશ્યથી આવો દાવો કરતા હશે. 

ઑડિયો મેસેજમાં હરિ બોક્સરે એ પણ આરોપ લગાવ્યો છે કે, પવન સિંહ તેમના વિરુદ્ધ ખોટું નિવેદન આપી રહ્યા છે અને પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. તેમ છતાં ગેંગ તરફથી કોઈપણ પ્રકારની ધમકી નથી આપવામાં આવી. આ મામલે ગેંગને કોઈ લેવા-દેવા નથી.

હરિ બોક્સરે એ પણ કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ જે પણ કરે છે, ખુલ્લેઆમ કરે છે. જે સલમાન ખાન સાથે કામ કરશે, તેને અમે ધમકી નહીં આપે, પરંતુ એકે-47ની ગોળીઓથી ઠાર મારીશું.

6 ડિસેમ્બરે પવન સિંહને મળ્યા હતા ધમકીભર્યા મેસેજ

ભોજપુરી અભિનેતા અને ગાયક પવન સિંહને 6 ડિસેમ્બરના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામથી મારી નાખવાની ધમકી મળી હતી. વિરારથી મુંબઈ જુદા જુદા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ફોન કરનારાએ કથિત રીતે ખંડણીની માંગણી કરી હતી અને સલમાન ખાન સાથે સ્ટેજ પર ન આવવાની ચેતવણી આપી હતી.

આ ધમકીઓ મળ્યા બાદ પવન સિંહના મેનેજરે પોલીસમાં ઔપચારિક ફરિયાદો નોંધાવી હતી. મુંબઈ ક્રાઇમબ્રાન્ચની એન્ટી એક્સટોશર્ન સેલ આ ધમકીભર્યા કોલની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીએ પવન સિંહને સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરવા સામે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી. તેમજ તે કાયક્રમોમાં આગળ વધશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. પવનના કામ સાથે સંકળાયેલા ઘણા લોકોના ફોન પર ધમકી ભર્યા મેસેજ આવ્યા હોવાનું કહેવાય છે. આમ પવન સિંહને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ

ધમકી મળ્યા બાદ પવન સિંહના પ્રોટોકોલ અને સુરક્ષા વધારી દેવાઈ, જેથી કોઈ અઘટિત ઘટના ન બને. બીજી તરફ અધિકારીઓ તપાસના ભાગરૂપે ફોન રૅકોર્ડની તપાસ કરી રહ્યા છે. કોલ કરનારાઓના ડિજિટલ ફૂટપ્રિન્ટ શોધી રહ્યા છે.

ફરિયાદ મુજબ ફોન કરનારે મેનેજરને ચેતવણી આપી હતી કે જો તે પવન સિંહ સાથે કામ કરવાનું ચાલું રાખશે તો તેની હાલત સિદ્ધુ મૂસેવાલા જેવી થશે.

મેનેજરે જણાવ્યું હતું કે પહેલો ધમકીભર્યો ફોન 6 ડિસેમ્બરના રાતે 10 વાગ્યે આવ્યો હતો. ટીમના સભ્ય પ્રિયાંશુને ફોન કરાયો હતો. તેનો નંબર જાહેરમાં ઉપલબ્ધ છે. આ ફોન વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક ધમકીભર્યા મેસેજ આવ્યા હતા.

ફોન કરનારે કહ્યું હતું કે પવન સિંહને કહો કે તે સલમાન ખાન સાથે સ્ટેજ શેર ન કરે નહીં તો તેના પર સિદ્ધુ મૂસેવાલા જેવું પરિણામ ભોગવવું પડશે. પ્રિયાંશુંએ ફોન કરનારને કહ્યું કે તેઓ ખોટા નંબર પર સંપર્ક કર્યો છે. ત્યારે આરોપીએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું.

બીજા દિવસે મેનેજરને બીજા નંબર પરથી મેસેજ અને કોલ આવ્યા હતા. આ વખતે ફોન કરનારે કથિત રીતે રૂ.15-20 લાખની માંગણી કરી અને કહ્યું કે પૈસાની તાત્કાલિક વ્યવસ્થા કરવી પડશે.

જોકે બાદમાં ફોન કરનારે કહ્યું કે તમે ખોટી માહિતી કેમ ફેલાવી રહ્યા છો? મેં તમારી પાસે પૈસાની માંગણી કરી નથી. તેમને ફક્ત એટલું જ કહ્યું હતું કે પવન સિંહ સાથે કામ ન કરો. જો તમે કામ કરવાનું ચાલુ રાખશો તો તમે પણ ફસાઈ જશો.

આ પણ વાંચો: સુપરસ્ટાર' હોવા છતાં સલમાન ખાનને આ વાતનું દુ:ખ, કહ્યું- '25 વર્ષથી ડિનર માટે બહાર નથી ગયો કારણ કે...'