Entertainment

સારા-આયુષ્માનની ફિલ્મના સેટ પર માથાકૂટ? પ્રયાગરાજમાં સ્થાનિકોએ ક્રૂ મેમ્બર્સને માર્યા

By GS TEAM
29 Aug 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના હાલના દિવસોમાં તેમની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો 2'ની શૂટિંગને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની શૂટિંગ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સારા-આયુષ્માનની ફિલ્મના સેટ પર માથાકૂટ? પ્રયાગરાજમાં સ્થાનિકોએ ક્રૂ મેમ્બર્સને માર્યા
Image Source: IANS 

PATI PATNI AUR WOH 2બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના હાલના દિવસોમાં તેમની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો 2'ની શૂટિંગને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની શૂટિંગ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મની ટીમ અને કેટલાક સ્થાનિક લોકોની વચ્ચે મારામારી થઈ રહી છે. આ ઘટના પછી શૂટિંગના સ્થાને અફરા-તફરીનો મચી ગઈ છે. 


વિવાદનો વીડિયો થયો વાઈરલ 

પ્રયાગરાજમાં 'પતિ પત્ની ઔર વો 2'ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. વાઈરલ વીડિયોના અનુસાર, કેટલાક લોકોએ ભેગા થઇને ફિલ્મના ક્રૂ મેમ્બર પર હુમલો કરતા નજર આવી રહ્યા છે, આ ઘટના પછી પોલીસ પણ સેટ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. આ વીડિયો ક્લિપ ઓનલાઈન શેર કરવામાં આવી રહી છે. કલાકાર અને ક્રૂની સુરક્ષાને લઈને ચિંતા વધારવામાં આવી છે. વીડિયોમાં મારામારી સ્પષ્ટરૂપે દેખાઈ રહી છે પણ તેની પાછળનું હજી સ્પષ્ટ થયું નથી. 

વિવાદ પાછળનું શું કારણ? 

વાઈરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિને માર-મારવામાં આવી રહ્યો છે, તે આ ફિલ્મનો દિગ્દર્શક છે. અમુક સ્થાનિક લોકો વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ અમુક લોકો મારપીટમાં સામેલ થયા અને પછી ઝઘડો શરૂ થયો. વાઇટલ વીડિયોમાં ત્રણ લોકો એક ક્રૂ મેમ્બરની માર મારી કરી રહ્યા છે.  પણ આ વિવાદ કેમ થયો છે, શું છે તેનું અસલ કારણ તે હજી સુધી ફિલ્મ મેકર્સ દ્વારા સત્તાવાર માહિતી નથી અપાઈ.

 

વધુ એક વીડિયો વાઈરલ 

અહીં ફિલ્મના સેટ પર સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાનો વધુ એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે. બંને એક કારમાં બેઠા છે અને એક બીજા સાથે દલીલો કરી રહ્યા છે. આ વીડિયોમાં સારા કારથી બહાર આવી સિનથી દૂર થઈ થતી દેખાઈ રહી છે. આ વીડિયો કદાચ ફિલ્મના સિક્વન્સનો એક ભાગ હોઇ શકે છે. 

કયારે થશે આ ફિલ્મ રિલીઝ?

ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે સારા અલી ખાન, વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક મુદસ્સર અજીજ છે. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે.