પેરિસ હિલ્ટન સરોગસી દ્વારા પુત્રની માતા બની

Updated: Jan 25th, 2023


અચાનક જાહેરાતથી ચાહકોને આશ્ચર્ય

સોશિયલ મીડિયા પર પોતાના બાળકની ઝલક પણ દેખાડી

મુંબઇ: હોલીવૂડની અભિનેત્રી અન ેગાયિકા પેરિસ હિલ્ટન સરોગસી દ્વારા પુત્ર  માતા બની છે. પેરિસ હિલ્ટન અને તેના પતિ કાર્ટર રિયમે પ્રથમ સંતાનનું સ્વાગત કર્યું છે. પેરિસ હિલ્ટને સોશિયલ મીડિય ાપર એક પોસ્ટના માધ્યમથી આ વાતની જાણકારી આપી છે. કિમ કાર્દેશિયન તેમજ અન્યોએ તેને આ સારા સમાચાર બદલ વધામણી પણ આપી છે. હિલ્ટને બુધવારે પોતાના પ્રશંસકોને માતા બન્યાના સમાચાર આપીને અચંબામાં પાડી નાખ્યા હતા. તેણે આ વાતની જાણકારી એક ઇન્ટરવ્યુમાં પણ આપી છે, તેમજ તેણે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ દ્વારા પણ જણાવ્યું છે. એટલું જ નહીં પેરિસ હિલ્ટને પોતાના પુત્રની હાથની  પ્રથમ તસવીર પણ શેર કરી છે, જેમાં તેનો પુત્ર તેનો હાથ પકડેલો જોવા મળે છે. 

સાથે પેરિસે લખ્યું છે કે, તને ચારે બાજુથી બહુ પ્રેમ મળી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, પેરિસ અને કાર્ટરે નવેમ્બર ૨૦૨૧માં  લગ્ન કર્યા હતા. તેમના લગ્નની વિધીઓ અને અન્ય ફંકશનો તેમજ લગ્ન ત્રણ દિવસ વ્લ્યા હતા. 


    Sports

    RECENT NEWS