Entertainment

'હેરા ફેરી 3' માટે અચાનક શા માટે માની ગયા પરેશ રાવલ? જાણો બાબુ ભૈયાની વાપસીની ઇનસાઈડ સ્ટોરી

By GS TEAM
1 Jul 20252 mins read
TukuTouch Logo
'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ્સ મુજબ એક મહિના પછી અક્ષય કુમારની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ'એ પરેશ રાવલ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો અને પરેશે સાઇનિંગ અમાઉન્ટ પાછી આપી હતી. પરેશ રાવલના આ નિર્ણયથી અક્ષય કુમાર પણ દુઃખી થયો હતો. હવે આ વિવાદ પર નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ચૂપકિદી તોડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હેરા ફેરી 3' માટે અચાનક શા માટે માની ગયા પરેશ રાવલ? જાણો બાબુ ભૈયાની વાપસીની ઇનસાઈડ સ્ટોરી
image source : IANS 


Paresh Rawal's 'Hera Pheri 3' Comeback: 'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ્સ મુજબ એક મહિના પછી અક્ષય કુમારની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ'એ પરેશ રાવલ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો અને પરેશે સાઇનિંગ અમાઉન્ટ પાછી આપી હતી. પરેશ રાવલના આ નિર્ણયથી અક્ષય કુમાર પણ દુઃખી થયો હતો. હવે આ વિવાદ પર નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ચૂપકિદી તોડી છે. 

સાજીદ નડિયાદવાલા અને અહેમદ ખાનની મધ્યસ્થી 

ફિરોઝ નડિયાદવાલાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘પરેશજી સાથે મતભેદ થયા હતા, પરંતુ તે એટલો મોટો વિવાદ નહોતો જેટલો મીડિયામાં ચર્ચાયો હતો. વ્યક્તિગત રીતે અને પ્રોફેશનલ બંને સ્તરે અમારો સંબંધ ગાઢ છે.’

 'હેરા ફેરી 3'ના વિવાદને  દૂર કરવામાં સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર અહમદ ખાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિરોઝે કહ્યું, ‘મારા ભાઈ સાજિદ અને અહમદ ખાને સતત ચર્ચા કરી. સાજિદે ઘણા દિવસો સુધી ખાનગી રીતે સમય આપીને બંને પક્ષોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો. અક્ષયજી અને મારો સંબંધ 1996થી છે. તેણે પરેશજીને પાછા બોલાવા અને માહોલને સકારાત્મક બનાવવામાં મદદ કરી. તેમનું વર્તન ખૂબ જ ઉદાર રહ્યું.’ 

આ વર્ષે શરૂ થશે શૂટિંગ 

હેરાફેરી-3 ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન કરશે, અને 'હેરા ફેરી 3'ની શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. ફિરોઝની બીજી ફિલ્મ ' ‘Welcome to the Jungle’ની પણ શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં અક્ષય જોવા મળશે.આ સમાચારથી ફેન્સ ખુશ થયા છે, જેમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની આઇકોનિક 'હેરા ફેરી 3'માં પાછા ફરશે.