Entertainment

પરેશ રાવલ કહે છે ચાર દાયકામાં અઢીસો ફિલ્મો કરી પણ 11 જ સારી

By GS Team
1 Nov 20261 min read
TukuTouch Logo
દિલ્હીમાં ફિલ્મ 'પાસ્ટ ટેન્સ'ના પ્રિમિયરમાં પરેશ રાવલે પેટછૂટી વાત કરતા જણાવ્યું કે, 4 દાયકાની કારકિર્દીમાં 250થી વધુ ફિલ્મો કરી, પણ માત્ર 11 જ સારી ગણે છે. તેમની પ્રિય ફિલ્મોમાં 'સરદાર', 'હેરાફેરી', 'ઓયે લકી લકી ઓયે' અને 'ધ સ્ટોરીટેલર'નો સમાવેશ થાય છે. તેમને 2014માં પદ્મશ્રી પણ મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પરેશ રાવલ કહે છે ચાર દાયકામાં અઢીસો ફિલ્મો કરી પણ 11 જ સારી
  • પાસ્ટ ટેન્સના પ્રિમિયરમાં પરેશ રાવલની પેટ છૂટી વાત
  • પરેશ રાવલની પ્રિય ફિલ્મોમાં સરદાર, હેરાફેરી ધ સ્ટોરી ટેલર, ઓયે લકી લકી ઓયેનો સમાવેશ

મુંબઇ : દિલ્હીમાં પોતાની ફિલ્મ પાસ્ટ ટેન્સના પ્રિમિયરમાં સવાલ જવાબના કાર્યક્રમમાં પેટછૂટી વાત કરતાં પરેશ રાવલે જણાવ્યું હતું કે તેમણે ચાર દાયકા લાંબી કારકિર્દીમાં અઢીસોથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેઓ તેંમાંથી અગિયાર ફિલ્મોને જ સારી ગણે છે.
પરેશ રાવલે તેમની સારી ફિલ્મોમાં ૧૯૯૩માં આવેલી સરદાર, ૧૯૯૭માં આવેલી તમન્ના, ૨૦૦૮માં આવેલી ઓયે લકી લકી ઓયે, મુંબઇ મેરી જાન, ૨૦૨૫માં આવેલી ધ સ્ટોરીટેલર, હેરાફેરી અને ડકૈતનો સમાવેશ કર્યો હતો.પરેશ રાવલે ૧૯૮૪માં કેતન મહેતા નિર્દેશિત હોલી ફિલ્મ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરેશ રાવલે કોમેડી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઇલ વિક્સાવી છે. પરેશ રાવલે ગુજરાતી રંગભૂમિ પર અનેક સફળ નાટકો આપ્યા છે.
તેમને ૨૦૧૪માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.