Video: લાલ રંગની સ્કર્ટ પહેરી રસ્તા પર દોડતા જોવા મળ્યા પંકજ ત્રિપાઠી

Pankaj is seen almost naked: બોલિવૂડના ફેમસ એક્ટર પંકજ ત્રિપાઠી આ દિવસોમાં ક્રિમિનલ જસ્ટિસ સિઝન-4 ને લઈ ચર્ચામાં રહ્યા છે. હાલમાં જ તેમનો પાંચમો એપિસોડ રિલીઝ થયો છે. અભિનેતાએ વકીલ માધવ મિશ્રાની ખૂબ સારી ભૂમિકા ભજવી છે. આ સીરિઝ સિવાય તેઓ તેમની અપકમિંગ ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.

(તસવીર T-Series )
અનુરાગ બાસુની અપકમિંગ ફિલ્મ 'મેટ્રો ઇન દીનો'નો એક સીન ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે રસ્તા પર અર્ધ નગ્ન હાલતમાં દોડતા દેખાય છે. આ સીન વિશે વાત કરતા અભિનેતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
શું છે પંકજ ત્રિપાઠીનો વાઇરલ સીન?
'મેટ્રો ઇન દીનો'નો એક સીન ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં તે એક ડેટિંગ એપ પર સ્વાઇપ કરી રહ્યા હોય છે અને તે દરમિયાન અચાનક તેમનો ઝઘડો વાઈફની ભૂમિકા ભજવી રહેલા કોંકણા સાથે થઈ જાય છે. ત્યાર પછી તેઓ રસ્તા પર આગળ નીકળે છે અને તે સીનમાં તેમના શરીર પર ઓછા કપડાં જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ વીડિયો સીન લાઇવ લોકેશન પર શૂટ કરવામાં આવ્યું હતું. આ સીનને ફિલ્મના ટ્રેલરમાં પણ બતાડવામાં આવ્યું છે.
પંકજ ત્રિપાઠીએ સીન વિશે રસપ્રદ માહિતી આપી
અભિનેતા પંકજ ત્રિપાઠીએ તેમની ફિલ્મ 'મેટ્રો ઇન દીનો' ના વાઇરલ સીન વિશે જણાવતા કહ્યું 'આ ખૂબ સરસ સીનને રિયલ લોકેશન શૂટ કરવામાં આવ્યો હતો. મે આવો સીન પહેલી વાર કર્યો છે, જેમાં ઓછા કપડાં પહેર્યા હતા, પણ ફિલ્મ માટે આ રોલ ખૂબ જરૂરી હતો. આ ફિલ્મની સ્ટોરીને સારી રીતે નિખારવા માટે હતું. સીનમાં અમે હિડન કેમેરા લગાવ્યા હતા.આની અસર એ થઈ કે લોકોની વાસ્તવિક પ્રતિક્રિયાઓ કેમેરામાં કેદ થઈ ગઈ. અમને તો અંદાજો પણ ન લાગ્યો કે આ સીનનું શૂટિંગ ક્યારે શરૂ થયું અને ક્યારે પૂરું થયું. હું આ સીન કરવા માટે ચોક્કસ નર્વસ હતો, પરંતુ આ પ્રયોગ વિના અમે સ્ટોરીટેલિંગને સારી રીતે પૂરી ન કરી શક્યા હોત. આ સીન ભજવવાની તૈયારી માટે મે ઘણા દિવસોથી દોડવાની પ્રેકિટસ કરી હતી'

