Entertainment

દિલજીત દોસાંજના બેંગલુરુ કોન્સર્ટ પહેલાં હડકંપ! ઈમેલમાં IED બ્લાસ્ટની ધમકી

By GS Team
24 Nov 20261 min read
TukuTouch Logo
પંજાબી સિંગર દિલજીત દોસાંજના 29 નવેમ્બરે બેંગલુરુમાં યોજાનારા કોન્સર્ટ પહેલાં પોલીસને IED બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળ્યો છે. ધારવાડ પોલીસ કમિશનરને મળેલા આ ઈમેલમાં 'ખાલિસ્તાન ઝિંદાબાદ' લખેલું છે. ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. NICE રોડ ગ્રાઉન્ડ પર યોજાનાર આ કોન્સર્ટમાં બાળકોને ન લાવવા અને મેટ્રોનો પ્રવાસ ટાળવા જેવી ચેતવણીઓ પણ ઈમેલમાં અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીત દોસાંજના બેંગલુરુ કોન્સર્ટ પહેલાં હડકંપ! ઈમેલમાં IED બ્લાસ્ટની ધમકી

Diljit Dosanjh Concert IED Blast Email : પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજનો બેંગલુરુ કોન્સર્ટ સતત ચર્ચામાં છે, ત્યારે દિલજીતના આ કોન્સર્ટ પહેલાં સ્થાનિક પોલીસને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં કોન્સર્ટ પર IED હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે.

ધારવાડ પોલીસ કમિશનરને એક ઈમેલ મળ્યો છે, જેમાં સિંગર દિલજીત દોસાંજના આગામી બેંગલુરુ કોન્સર્ટમાં IED બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ કોન્સર્ટ તેના 'ઓરા ઈન્ડિયા ટૂર 2026'ના ભાગરૂપે 29 નવેમ્બરે નાઇસ (NICE) રોડ ગ્રાઉન્ડ પર યોજાવાનો છે. ઈમેલમાં 'ખાલિસ્તાન ઝિંદાબાદ' લખેલું છે અને બોમ્બ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.

દિલજીત દોસાંજના બેંગલુરુ કોન્સર્ટ પર કોની નજર?

ઈમેલમાં કોન્સર્ટમાં બાળકોને સાથે ન લાવવા, આઇફોન પર આવતા ફોનનો જવાબ ન આપવો અને મેટ્રોમાં પ્રવાસ ટાળવા જેવી બાબતોનો ઉલ્લેખ પણ છે. ધમકી મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે.

મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યો ઈમેલ ધારવાડના પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યો છે, જેમાં 29 નવેમ્બરે બેંગલુરુના માદાવરામાં આવેલા નાઇસ (NICE) રોડ ગ્રાઉન્ડમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટને નિશાન બનાવવાનો ઉલ્લેખ છે. ઈમેલમાં 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારાનો ઉપયોગ પણ કરાયો છે.

આ સિવાય, ઈમેલમાં લોકોને ઘણા પ્રકારની ચેતવણીઓ આપવામાં આવી છે. જેમાં કોન્સર્ટમાં બાળકોને ન લાવવા, આઇફોન પર આવતા ફોનનો જવાબ ન આપવો અને મેટ્રોનો પ્રવાસ ટાળવાનું કહેવામાં આવ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.