Get The App

પંચાયત ફોર વેબ સીરિઝ ઘોષિત તારીખ કરતાં વહેલી રીલિઝ થશે

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
પંચાયત ફોર વેબ સીરિઝ ઘોષિત તારીખ કરતાં વહેલી રીલિઝ થશે 1 - image


- સીરિઝનાં ટ્રેલર સાથે જ નવી તારીખ જાહેર 

- આ વખતે સમગ્ર સીરિઝની વાર્તામાં ચૂંટણી જ કેન્દ્રસ્થાને હોવાનો સંકેત

મુંબઈ : ઓટીટીની સપરિવાર જોઈ શકાય તેવી જુજ સીરિઝમાંની એક 'પંચાયત' વેબ સીરિઝનો ચોથો ભાગ આવી રહ્યો છે. 

મૂળ ઘોષિત તારીખ પ્રમાણે આ સીરિઝ આગામી તા. બીજી જુલાઈથી સ્ટ્રીમ થવાની હતી. જોકે, હવે નવી તારીખ પ્રમાણે આ સીરિઝ તા. ૨૪મી જૂને જ રીલિઝ કરી દેવાશે. 

આ સીરિઝનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જ રીલિઝ ડેટ જાહેર કરાઈ છે. સીરિઝના મેકર્સ દ્વારા રીલિઝ ડેટ અંગે પોલ યોજવામાં આવ્યો હતો તેના આધારે નવી  તારીખ જાહેર કરાઈ હોવાનો દાવો કરાયો છે. આ માટે એક ડેડીકેટેડ વેબસાઈટ તૈયાર કરવામાં આવી હતી. તેના પર ૬૫ લાખ લોકોએ મતદાન કર્યું હોવાનું કહેવાય છે.  

સીરિઝમાં આ વખતે નીના ગુપ્તા તથા સુનિતા રાજવર વચ્ચે સરપંચપદની ચૂંટણીની લડાઈ જ વાર્તાના કેન્દ્રસ્થાને રહેશે તેવો સંકેત ટ્રેલર પરથી મળ્યો છે.   ટ્રેલરમાં ચૂંટણી પ્રચારનાં દ્રશ્યો અને તેને લગતા સંવાદો જોવા મળ્યા હતા. 

Tags :