ગોવિંદા 10 અફેર કરે તો પણ લગ્ન નહીં તૂટે, ફિલ્મમેકરનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pahlaj Nihalani Reacts on Govinda affair : એક સમયે સુપરસ્ટાર રહેલા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા ઘણીવાર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણોસર ટ્રેન્ડમાં રહે છે. બંનેના અલગ થવાના સમાચાર હેડલાઇન્સ બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, ગોવિંદાનું એક મરાઠી અભિનેત્રી સાથે અફેર ચાલુ છે. જેના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. જોકે, તેમની પત્ની સુનિતાએ આ બધી વાતોને અફવા ગણાવી હતી.
આ પણ વાંચો: રસ્તા પર ભીખ માંગી, કચરામાં કલાકો વિતાવ્યા: Kuberaa ફિલ્મ માટે ધનુષે જુઓ શું શું કર્યું
મને અને ગોવિંદાને કોઈ અલગ નહીં કરી શકે: સુનિતા
સુનિતાએ ઘણી વાર કહ્યું હતું કે, 'મને અને ગોવિંદાને કોઈ અલગ નહીં કરી શકે.' પરંતુ, હવે ગોવિંદાના પ્રોડ્યુસર રહેલા પહલાજ નિહલાનીએ પણ અભિનેતાના અફેર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગોવિંદા અને સુનિતા વચ્ચે અમર પ્રેમ છે: નિહલાની
વિકી લાલવાણીને આપેલી મુલાકાતમાં નિહલાનીએ કહ્યું કે, 'જુઓ, ગોવિંદા અને સુનિતા વચ્ચે અમર પ્રેમ છે. તેમને કોઈ અલગ નહીં કરી શકે. સુનિતા સ્પષ્ટવક્તા છે અને ગોવિંદા ક્યારેય પોતાની વાતથી ભટકતો નથી. ગોવિંદાના ભલે 10 જગ્યાએ અફેર ચાલતા હોય, પરંતુ તેમના લગ્ન કાયમ રહેશે. બંને શરૂઆતથી જ અલગ બંગલામાં રહે છે. ગોવિંદા તેના અલગ બંગલામાં મીટિંગો કરતો હતો, કારણ કે તે મોડી રાત્રે મોડી રાત્રે સૂતો હતો.'
આ પણ વાંચો: કાજોલની આ હરકત પર બગડ્યો હતો અજય દેવગણ, પછી જુઓ કેવી રીતે ભણાવ્યો પાઠ
પહલાજ નિહલાનીએ સુનિતા આહુજા વિશે વધુમાં કહ્યું કે, 'સુનિતા હંમેશા ગોવિંદાની સાથે હોય છે. ભલે ગોવિંદા પાસે આજે કોઈ કામ નથી, છતાં તે દરરોજ કામ કરે છે અને સુનિતા તેનું બધું કામ સંભાળે છે.'
આ ઉપરાંત, ગોવિંદાની પત્ની સુનિતાએ પણ બે ઘર હોવાની વાતની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'અભિનેતા ઘણીવાર તેમની મીટિંગ્સને કારણે અલગ બંગલામાં રહે છે જે અમારા એપાર્ટમેન્ટની બિલકુલ સામે જ છે.'








