ઓસ્કર રેસમાંથી છેલ્લો શો ફિલ્મ બહાર, નાટુ-નાટુ સોંગ અને 2 ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રી ફિલ્મને મળ્યું ફાઈનલ નોમિનેશન

શોનક સેનની ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ All That Breathes પણ આ વખતે ઓસ્કર એવોર્ડ્સ 2023માં નોમિનેટ થઈ

ડાયરેક્ટર ગુનીત મોંગીની The Elephant Whisperers ડોક્યૂમેન્ટ્રી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ થઈ

Updated: Jan 24th, 2023

આ વખતે 95માં ઓસ્કાર એવોર્ડ્સ 2023માં એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના સોંગ ‘નાટૂ નાટૂ’એ જગ્યા બનાવી લીધી છે. આ સોંગ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરી માટે નોમિનેટ થયું છે. આ સોંગને એમએમ કીરવાનીએ કંમ્પોઝ કર્યું હતું. આ સોંગ માત્ર નોમિનેશન માટે જ નહીં, પરંતુ ઓસ્કરમાં જીત માટે પણ મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યું છે. RRRના ‘નાટૂ નાટૂ’ના સોંગે લેડી ગાગા અને રી-રીના સોંગને પણ પાછળ છોડી દીધું છે. આ ઓસ્કર એવોર્ડ 2023 નોમિનેશન્સ કેલિફોર્નિયાના બવર્લી હિલ્સમાં યોજાયો. આના નોમિનેશન્સની યજમાની રિઝ અહમદ અને અભિનેત્રી એલીસન વિલિયમ્સે કર્યું. 

આ બે ડોક્યૂમેન્ટ્રી ફિલ્મે પણ બાજી મારી

ઉપરાંત શોનક સેનની ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ All That Breathes પણ આ વખતે ઓસ્કર એવોર્ડ્સ 2023માં નોમિનેટ થઈ છે. એટલું જ નહીં, ડાયરેક્ટર ગુનીત મોંગીની The Elephant Whisperers ડોક્યૂમેન્ટ્રી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ થઈ છે. જોકે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી ‘છેલ્લો શો’ ટોપ-15માં શોર્ટલિસ્ટ થઈ હતી, જોકે તે દૂર દૂર સુધી કોઈપણ કેટેગરીનો હિસ્સો બની શકી નહીં.

    Sports

    RECENT NEWS