હવે જાહ્નવી-સિદ્ધાર્થને બદલે તૃપ્તિ-સિદ્ધાંત સાથે અજયની ટક્કર થશે

- સન ઓફ સરદાર ટુની રીલિઝ ઠેલાઈ
- ધર્મેેશ દર્શને પણ તેમની અંદાજ ટુની રીલિઝ એક સપ્તાહ પાછળ ખસેડી
મુંબઈ: અજય દેવગણની 'સન ઓફ સરદાર ટુ' અગાઉ આગામી પચ્ચીસમી જુલાઈએ રીલિઝ થવાની હતી તેને બદલે હવે પહેલી ઓગસ્ટે રીલિઝ થશે. અગાઉ પચ્ચીસમી તારીખે જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની 'પરમ સુંદરી' સાથે આ ફિલ્મની ટક્કર થવાની હતી પરંતુ તેને બદલે હવે બોક્સ ઓફિસ પર તે સિદ્ધાંત ચતુુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ધડક ટૂ' સાથે ટકરાશે.
અજય દેવગણે આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલવા માટે કોઈ કારણ આપ્યું નથી. પરંતુ, તેના આ નિર્ણયથી 'ધડક ટૂ'નો પ્રોડયૂસર કરણ જોહર નારાજ થઈ શકે છે. આ ફેરફારોને કારણે પહેલી ઓગસ્ટે મહત્તમ સ્ક્રીન મેળવવાની રીતે અજય દેવગણ અને કરણ જોહર વચ્ચે હોડ થઈ શકે છે.
બીજી તરફ પ્રોડયૂસર ધર્મેશ દર્શને તેમની ફિલ્મ 'અંદાજ ટૂ'ની રીલિઝ પણ પહેલી ઓગસ્ટને બદલે આઠમી ઓગસ્ટ પર ખસેડી છે.








