Entertainment

'શાદી મેં જરૂર આના'ની સીકવલમાં અભય સાથે નિતાંશી

By GS TEAM
29 Jun 20251 min read
'શાદી મેં જરૂર આના'ની સીકવલમાં અભય સાથે નિતાંશી

- નિતાંશીને એક રોમાન્ટિક ફિલ્મ મળી

- કલાકારો રીપિટ કરવાને બદલે નવા ચહેરાઓને અજમાવવાનો રતન સિંહાનો નિર્ણય

મુંબઈ: રાજકુમાર રાવ અને ક્રિતી ખરબંદાની ફિલ્મ 'શાદી મેં જરુર આના'ની સીકવલ બની રહી છે. જોકે, ફિલ્મમાં મૂળ કલાકારો રીપિટ કરવાને બદલે અભય વર્મા તથા નિતાંશી ગોયલને કાસ્ટ કરવામાં આવ્યાં છે.  અભય વર્મા 'મુંજ્યા'માં તેની એક્ટિંગની પ્રશંસા બાદ એક પછી એક પ્રોજેક્ટ મેળવી રહ્યો છે. બીજી  તરફ નિતાંશી 'લાપત્તા લેડીઝ'માં તેની પ્રશંસા બાદ લાઈમલાઈટમાં છે. નિતાંશીએ તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ કેટવોક કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી નિતાંશીના ચાહકો તેની કોઈ મોટી બોલીવૂડ ફિલ્મ મળે  તેની રાહ જોઈ રહ્યા હતા. 

રતન સિંહા આ ફિલ્મ બનાવી  રહ્યા છે. સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે તેમણે જૂના કલાકારોને રીપિટ કરવાને બદલે ફ્રેશ ફેસ અજમાવવાનું નક્કી કર્યું હતું. નવી જનરેશનના કલાકારો તરીકે અભય તથા નિતાંશીની રોમાન્ટિક જોડીને કાસ્ટ કરવામાં આવી છે. આ  ફિલ્મની સત્તાવાર ઘોષણા હવે પછી થશે.