'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...'માં 4 નવા એક્ટર્સની એન્ટ્રી, 17 વર્ષ બાદ પહેલીવાર ગોકુલધામમાં નવા પરિવારનું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં જ્યારે ભૂતનીનો ટ્રેક ઉમેરવામાં આવ્યો તો આ સીરિયલ ત્રણ અઠવાડિયા સુધી સતત ટીઆરપીમાં નંબર વન પર રહી હતી, પણ ત્યારબાદ તેની ટીઆરપી ઘટી ગઈ. હવે મેકર્સ સીરિયલની ટીઆરપી વધારવા મેકર્સ એક નવી ટ્વિસ્ટ લઈ આવ્યા છે. 'તારક મેહતા...'ની ગોકુલધામ સોસાયટીમાં હવે એક નવા પરિવારની એન્ટ્રી થઈ છે, જે ટ્વિસ્ટ સાથે કોમેડી તાજગી વધુ વધારશે. આ પરિવારના આગમનથી શોમાં નવા પાત્રોની એન્ટ્રી થઈ છે, અને દર્શકોને નવી કહાની જોવા મળશે. 'તારક મેહતા'ના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં ગોકુલધામ સોસાયટીના આ નવા પરિવારની દર્શકોને ઓળખ કરાવી હતી. ચાલો જાણીએ કે કોણ છે આ ચાર નવા એકટર્સ અને કોણ કયા પાત્રમાં જોવા મળશે.
'તારક મેહતા...'માં આ 4 એક્ટર્સની એન્ટ્રી
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં ધરતી ભટ્ટ, કુલદીપ ગોર, અક્ષણ સહરાવત અને માહી ભદ્રાની એન્ટ્રી થઈ છે. કુલદીપ ગોર આ સીરિયલમાં રતન બિંજોલા નામના દુકાનમાં સાડી વેચનારની ભૂમિકા ભજવશે, જે જયપુરનો રહેવાસી છે. ધરતી ભટ્ટ, રતન બિંજોલાની પત્ની રૂપાની ભૂમિકામાં જોવા મળશે. રૂપા એક હાઉસવાઇફ નથી પરંતુ કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. જ્યારે અક્ષણ સહરાવત અને માહી બંને રતન અને રૂપાના બાળકોનું પાત્ર ભજવશે.
ટપ્પુ સેના બાદ બે નવા બાળકોની એન્ટ્રી
'તારક મેહતા'માં અત્યાર સુધી ટપ્પુ સેના હતી, જેણે ગોકુલધામ સોસાયટીનું જ નહીં પણ દર્શકોનું પણ દિલ જીત્યું છે, હવે ટપુ સેનામાં બે નવા બાળકો પણ જોવા મળશે, જે દર્શકોનું દિલ જીતવા તૈયાર છે.
શું કહ્યું અસિત મોદીએ ?
અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શો મા નવી કાસ્ટને લઈને જણાવ્યું હતું કે, 'ગોકુલધામ સોસાયટીમાં નવા સભ્યો જોડાવા જઈ રહ્યા છે, દર્શકોએ પણ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું છે. ગોકુલધામ પરિવાર સતત વિકાસ કરી રહ્યો છે, અને હવે ધરતી ભટ્ટ અને કુલદીપ ગોર આ નવા રાજસ્થાની પરિવારનું સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.'
અસિત મોદીએ જણાવ્યું કે રાજસ્થાની પરિવારની કાસ્ટિંગ કેવી રીતે થઈ
અસિત મોદીએ કહ્યું, 'આ પાત્રોની ભૂમિકા માટે ઘણા કલાકારોએ ઑડિશન આપ્યા હતા. અમે આ પાત્રોને કાસ્ટ કરવા ઘણા મહિનાઓનો સમય લીધો. પછી જ અમે તે કલાકારને સિલેકટ કર્યો છે. આ ચારેયને તેમના સમર્પણ, ઇમાનદારી અને એક ફેમિલી કોમેડી શોની ઊંડી સમજણને કારણે પસંદ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે આ લોકો પણ કહાણીમાં એક નવી ખાસિયત ઉમેરશે. દર્શકોના દિલમાં આ પરિવાર પણ ઝડપથી જગ્યા બનાવી લેશે.'