રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં સુગ્રીવનું પાત્ર ભજવશે આ એક્ટર, અમિતાભ બચ્ચનની જાણો શું હશે ભૂમિકા
Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં અંગે નવી અપડેટ્સ સતત આવી રહી છે. દિગ્દર્શક નીતેશ તિવારીના ડિરેક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મના પહેલા ભાગની શૂટિંગ રણબીરે પૂર્ણ કરી લીધી છે. હવે તે વચ્ચે આ સ્ટોરી સાથે જોડાયેલા જુદા-જુદા પાત્રોની કાસ્ટિંગ ઝડપથી થઈ રહી છે. જણાવી દઈએ કે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 'જટાયુ' ના પાત્રને પોતાનો અવાજ આપશે. સાથે જ બિગ બી ફિલ્મના નેરેટર પણ રહેશે.
ફિલ્મમાં આ અભિનેતા બનશે સુગ્રીવ
ફિલ્મમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટરની પણ કાસ્ટિંગ થઈ ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે 'રેડ 2'માં નજર આવેલા એક્ટર અમિત સિયાલને 'રામાયણ'માં સુગ્રીવનું પાત્ર સોંપવામાં આવ્યું છે. ઓટીટી પર 'મિર્ઝાપુર' અને 'મહારાણી' જેવી સિરીઝમાં અદ્ભૂત અભિનય કરીને લોકોનો પ્રેમ જીતી લીધો છે. જણાવી દઈએ કે અમિત સિયાલે બોલિવૂડની ફિલ્મ 'કલા', 'કેસરી ચેપ્ટર 2' અને 'તિકડમ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 4000 કરોડ રૂપિયાની બજેટમાં બનેલી ફિલ્મ 'રામાયણ' અમિત માટે સૌથી મોટી ફિલ્મ છે.
અમિતાભ બચ્ચન નિભાવશે સૂત્રધારની જવાબદારી
અભિનેતા અમિતાભ બચ્ચનની વાત કરીએ તો એવી જાણકારી મળી રહી છે કે મેકર્સ તેમને ફિલ્મના સૂત્રધાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. નિર્માતાઓને લાગે છે કે અમિતાભના અવાજમાં જેવી ગહનતા છે એવી કોઈ બીજાના અવાજમાં નથી. જણાવી દઈએ કે જાણીતા પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા ‘રામાયણ’ ફિલ્મને બનાવી રહ્યા છે. નમિતની પ્રાઇમ ફોકસ અને DNEG નામની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કંપનીના માલિક છે. તેમણે ‘ડ્યૂન’ અને ‘ઇન્સેપ્શન’ જેવી મોટી હૉલિવૂડની ફિલ્મો માટે કામ કર્યું છે અને ઑસ્કર અવૉર્ડ પણ જીત્યો છે. ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન શ્રીરામનું પાત્ર રણબીર કપૂર ભજવશે. તેમની સાથે મા સીતાના પાત્રમાં સાઈ પલ્લવી, લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે, હનુમાનના પાત્રમાં સની દેઓલ અને રાવણના પાત્રમાં રોકિંગ સ્ટાર યશ દેખાશે. આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે. તેનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027ના દિવસે રિલીઝ થશે.