બાબુ ભૈયાનાં પાત્રના ઉપયોગ બદલ નેટફ્લિક્સને 25 કરોડની નોટિસ

- કપિલના શોમાં બાબુ ભૈયાનું પાત્ર દર્શાવાયું હતું
- સંમતિ વિના કમર્શિઅલ ઉપયોગ કરી કોપીરાઈટનો ભંગ કર્યાનો ફિરોઝ નડિયાદવાલાનો દાવો
મુંબઈ: કોમેડિયન કપિલ શર્માના શોમાં એક કલાકારને 'બાબુ ભૈયા'ના પાત્રમાં રજૂ કરવા બદલ ફિરોઝ નડિયાદવાલાએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને નોટિસ ફટકારી પચ્ચીસ કરોડ રુપિયાનું વળતર માગ્યું છે.
આ શોમાં એક્ટર કિકુ શારદા દ્વારા 'બાબુ ભૈયા'ના પાત્રનો ગેટ અપ ધારણ કરી મીમીક્રી કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે 'હેરાફેરી' ફિલ્મમાં બાબુ ભૈયાનું મૂળ પાત્ર ભજવ્યું હતું.
ફિરોઝ નડિયાદવાલાના દાવા અનુસાર 'હેરાફેરી' ફિલ્મમાં દર્શાવાયેલાં 'બાબુરાવ ગણપત્તરાવ આપ્ટે એટલે કે બાબુ ભૈયા'ના પાત્ર માટે તેમની કંપનીએ ટ્રેડમાર્ક મેળવેલા છે. નેટફ્લિક્સ દ્વારા સંમતિ વિના આ પાત્રનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઈટને લગતા કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે.








