Entertainment

નવાઝુદ્દીન હોલીવૂડના ઈલિયા વોલોક સાથે સ્ક્રીન શેર કરશે

By GS TEAM
22 Oct 20251 min read
નવાઝુદ્દીન હોલીવૂડના ઈલિયા વોલોક સાથે સ્ક્રીન શેર કરશે

- ફરાર ટાઈટલ ધરાવતી ફિલ્મ માટે પસંદગી

- ડબ્બા કાર્ટલની હિરોઈન નિમિષા સજાયન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં

મુંબઇ : નવાઝુદ્દિન સિદ્દિકી આગામી ફિલ્મ 'ફરાર'માં હોલીવૂડના એક્શન સ્ટાર ઈલિયા વોલેક સાથે સ્ક્રીન શેર કરવાનો છે. આ ફિલ્મમાં વેબ સીરિઝ 'ડબ્બા કાર્ટેલ'ની એક હિરોઈન નિમિષા સંજયાન પણ મહત્વની ભૂમિકામાં હશે. 

મૂળ યુક્રેનનો કલાકાર ઈલિયન એક્શન અભિનેતા તરીકે જાણીતો છે. આથી આ એક એક્શન ફિલ્મ હશે તેમ માનવામાં આવે  છે.  નવાઝુદ્દિન સિદ્દિકી  આ ફિલ્મમાં ફિઝિક્સના પ્રોફેસરની ભૂમિકામાં હશે. જ્યારે ઈલિયન વિલનના રોલમાં હશે. કુશાગ્ર શર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.