Get The App

નેશનલ એવોર્ડ્સ 2023 : 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ, 'વશ લેવલ 2'નું ટ્રેલર રિલીઝ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
નેશનલ એવોર્ડ્સ 2023 : 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ, 'વશ લેવલ 2'નું ટ્રેલર રિલીઝ 1 - image
Image : IMDB

Vash Level 2 Trailer Released : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા અંદાજ સાથે ફિલ્મો તૈયાર થઈ રહી છે. વર્ષ 2023માં  રિલીઝ થયેલી જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ 'વશ' વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી. જ્યારે હવે આજે (1 ઓગસ્ટ) 'વશ લેવલ 2'નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે નેશનલ એવોર્ડ્સ 2023માં 'વશ' ફિલ્મને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ જાનકી બોડીવાલાને 'વશ' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો અવોર્ડ અપાયો છે. 

ગુજરાતના જાણીતા લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકની 'વશ' ફિલ્મની સફળતા બાદ ગુજરાતી ફિલ્મ પરથી બોલીવુડમાં 'શૈતાન' નામથી ફિલ્મ બનાવામાં આવી હતી.  વશ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી. 

બેસ્ટ ગુજરાતી ફિલ્મ: વશ

જાનકી બોડીવાલાને 'વશ' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે.

નેશનલ એવોર્ડ્સ 2023 : 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ, 'વશ લેવલ 2'નું ટ્રેલર રિલીઝ 2 - image

આ પણ વાંચો: 71મા નેશનલ ફિલ્મ ઍવૉર્ડ્સની જાહેરાત, શાહરૂખ-મૈસી બેસ્ટ એક્ટર, 'વશ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ

'વશ લેવલ 2'નું ટ્રેલર રિલીઝ

કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલી કૃષ્ણદેવ યાજ્ઞિકની હોરર, સસ્પેન્સ, થ્રિલથી ભરપુર ફિલ્મ 'વશ વિવશ લેવલ 2'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે ગુજરાતીની સાથે આ ફિલ્મને હિન્દીમાં 'વશ વિવશ લેવલ 2'ના નામથી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી 27 ઓગસ્ટ, 2025ના રોજ રિલીઝ કરાશે. 


Tags :