Get The App

નેશનલ એવોર્ડ વિજેતા પીઢ દિગ્દર્શક બાસુ ચેટર્જીનું 93 વરસની વયે નિધન

- તેમણે છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા જેવી હળવીફૂલ ફિલ્મો આપી હતી

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
નેશનલ એવોર્ડ વિજેતા પીઢ દિગ્દર્શક બાસુ ચેટર્જીનું  93 વરસની વયે નિધન 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 04 જૂન 2020, ગુરુવાર

બોલીવૂડને આ વરસ આર્થિક તેમજ વ્યક્તિઓના નિધનની ખોટ પાડી રહ્યું છે. ઇરફાન ખાનથી શરૂ થયેલો મરણનો સિલસિલો હજી થંભવાનું નામ લેતો નથી.હજી તો હાલમાં જ ગીતકાર અનવર સાગરના  નિધનના સમાચાર આવ્યા છે.તેવામાં  હવે પીઢ દિગ્દર્શક બાસુ ચેટર્જીના અવસાનના સમાચાર આવ્યા છે તેઓ ૯૩ વરસના હતા અને વૃદ્ધાવસ્થાની બીમારીઓને કારણે પીડિત હતા. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝના શ્મશાનમાં કરવામાં આવ્યા હતા.

૧૯૯૨માં  ફિલ્મ દુર્ગા માટે નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 

બાસુ ચેટર્જીએ સાંતાક્રુઝના પોતાના નિવાસ્થાને સવારમાં ઊંઘમાં જ શાંતિથી અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી વયને કારણેની તકલીફો સામે લડી રહ્યા હતા. 

બાસુજીના મરણના સમાચાર ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેકટર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક પંડિતે આપ્યા હતા. તેમના અવસાનને તેણે ફિલ્મ ઉદ્યોગની ક્ષતિ ગણાવી હતી. 

બાસુ ચેટર્જીએ કારકિર્દીની શરૂઆત તીસરી કસમ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે કરી હતી.આ ફિલ્મમાં વહીદા રહેમાન અને રાજ કપૂરની મુખ્ય ભૂમિકા હતી. તેમણે સ્વતંત્ર દિગ્દર્શકની શરૂઆત ૧૯૬૯માં આવેલી ફિલ્મ સારા આકાશ થી કરી હતી. જે એક આજ શિર્ષકના હિંદી પુસ્તક પરથી લેવામાં આવી હતી.

રૂપેરી પડદે જ્યારે એકશન અને એન્ગ્રીમેન ફિલ્મો ચાલી રહી હતી તેવામાં તેમણે  અમોલ પાલેકર સાથે મળીને રજની ગંધા, છોટી સી બાત, ચિત્તચોર જેવી હળવીફુલ ફિલ્મો બનાવી હતી. 

બાસુજીએ પોતાના સમયના સુપરસ્ટાર્સો સાથે પણ કામ કર્યું છે. પરંતુ તેમણે આ અભિનેતાઓને એક અદ્વિતિય અવતારમાં દર્શાવ્યા હતા.તેમણે અમિતાભ સાથે  મંઝિલ, રાજેશ ખન્ના સાથે ચક્રવ્યુહ, દેવ આનંદ સાથે મન પસંદ અને મિથુન ચક્રવર્તી સાથે શોખીન અને પસંદ અપની અપની બનાવી હતી. 

તેમની ૧૯૮૬ની એક રૂકા હુઆ ફેંસલા અંગ્રેજી પુસ્તક ટ્વેલ એન્ગ્રી મેન પરથી આધારિત હજી જેને આજે પણ લોકો યાદ કરે છે. 

તેમણએ આ ઉપરાંત ઉસપાર, પ્રિયત્તમા, હમારી બહુ અલકા અને ચમેલી કી શાદી જેવી ફિલ્મો પણ બનાવી હતી. તેમની છેલ્લી કમર્શિયલ ફિલ્મ૧૯૮૬ની  ચમેલી કી શાદી હતી. 

બાસુજીએ ટચૂકડા પડદે પણ પોતાનું યોગદાન આપ્યું હતું તેમણે બે સફળ સિરીયલો આપી હતી જેવી કે, બ્યોમેશ બક્ષી અને રજની. જેમાંની બ્યોમેશ બક્ષીને લોકડાઉનમાં ફરી પ્રસારિત કરવામાં આવી હતી. 

Tags :