Get The App

'ફરી એકવાર પ્રેમ કરવા તૈયાર...' હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ કર્યુ મૂવ ઓન

Updated: Mar 25th, 2025

GS TEAM

Google News
Google News
'ફરી એકવાર પ્રેમ કરવા તૈયાર...' હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ કર્યુ મૂવ ઓન 1 - image


Hardik Pandya And Natasa: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ મૂવ ઓન કર્યું છે. સોશિયલ મીડિયા પર તેણે પોતાના જીવનના નવા પ્રવાસની ઝલક શેર કરી છે. છૂટાછેડાના લાંબા સમય બાદ નતાશાએ પોતાના અંગત જીવન માટે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે, 'તે ફરી એકવાર પ્રેમ કરવા માટે તૈયાર છે.'

શું કહ્યુ નતાશાએ 

મીડિયા સાથે વાત કરતાં નતાશાએ કહ્યું કે, 'ગત વર્ષ મારા માટે ખૂબ જ પડકારમય રહ્યું હતું. પરંતુ તેમાંથી મને ઘણુ શીખવા મળ્યું. હવે નવુ વર્ષ નવા અનુભવ, નવી તકો અને નવા પ્રેમ સાથે શરૂ કરવા માગુ છું. હું ફરી એકવાર પ્રેમ કરવા માટે તૈયાર છું. જીવનમાં જે મળે છે, તેનો સ્વીકાર કરવા માગુ છું. મારૂ માનવુ છે કે, યોગ્ય સમયે યોગ્ય જોડાણ આપમેળે જ બની જાય છે.'

આ પણ વાંચોઃ સમય રૈનાએ પોલીસ સામે માંગી માફી, કહ્યું- હવે આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખીશ

સંબંધો મૂલ્યવાન છે

નતાશાએ આગળ કહ્યું કે, 'હું અર્થપૂર્ણ સંબંધોમાં વિશ્વાસ કરૂ છુ. સંબંધો મૂલ્યવાન છે. જે વિશ્વાસ અને સમજદારી સાથે બને છે. મને લાગે છે કે, પ્રેમ મારા પ્રવાસને વધુ ગૂંચવણભર્યો બનાવે છે. ઉલ્લેખનીય છે, નતાશા અને હાર્દિક છૂટાછેડા બાદ પણ પોતાના દિકરાનો ઉછેર સાથે મળીને કરી રહ્યા છે. તેઓ દિકરા માટે એક-બીજા સાથે મુલાકાત પણ કરે છે.'

'ફરી એકવાર પ્રેમ કરવા તૈયાર...' હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ કર્યુ મૂવ ઓન 2 - image

Tags :