Entertainment

નસીરુદ્દિન શાહનો જે આરડી ટાટા તરીકેનો લૂક વાયરલ

By GS TEAM
31 Jul 20251 min read
નસીરુદ્દિન શાહનો જે આરડી ટાટા તરીકેનો લૂક વાયરલ

- ઓટીટી પર બાયોપિક પ્રસારિત થશે

- રોબી ગ્રેવાલ દિગ્દર્શિત સીરિઝમાં જિન સર્ભ સહિતના કલાકારો

મુંબઇ : નસીરુદ્દિન શાહ ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા   ભજવી રહ્યો છે. આ સીરિઝ આવતાં વર્ષે ઓટીટી પર રીલિઝ થશે.  

જેઆરડી  ટાટાના જન્મદિને આ સીરિઝમાં નસીરુદ્દિન શાહનો લૂક રીલિઝ કરવામાં આવ્યો હતો. નેટયૂઝર્સ દ્વારા  તેના લૂકની પ્રશંસા કરાઈ હતી.  સીરિઝમાં  જિમ સર્ભ સહિતના કલાકારો પણ ભૂમિકા  ભજવી રહ્યા છે. રોબી  ગ્રેવાલ આ સીરિઝનું દિગ્દર્શન કરી રહ્યા છે જ્યારે કરણ વ્યાસે  તેની  સ્ક્રિપ્ટ લખી છે.