Entertainment

નાના પાટેકર ક્રિકેટના મોટા ચાહક હતા, વિરાટ કોહલી આઉટ થાય તો જમવાનું છોડી દેતા...

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
બોલિવૂુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવા સ્થિત નિવાસસ્થાને ગુરુવારે (8 ઓક્ટોબર) સવારે 5:20 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. તેમને મણિપાલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોકટરોએ 45 મિનિટ પ્રયાસ કર્યા છતાં બચાવી શક્યા નહીં. તેમના પુત્ર મલ્હાર પાટેકરે નિધનની પુષ્ટિ કરી છે. ક્રિકેટપ્રેમી નાના પાટેકરના નિધનથી ફિલ્મ જગતમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાના પાટેકર ક્રિકેટના મોટા ચાહક હતા, વિરાટ કોહલી આઉટ થાય તો જમવાનું છોડી દેતા...

Nana Patekar Passes Away : બોલિવૂડના જાણીતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગુરુવારે (8 ઓક્ટોબર) નિધન થયું છે. ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, ત્યારબાદ તેમને મણિપાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી પ્રયાસ કર્યો હતો, પરંતુ સવારે 5:20 વાગ્યે તબીબી ટીમ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મેડિકો-લીગલ કેસ અને પુત્ર દ્વારા પુષ્ટિ

આ મામલો મેડિકો-લીગલ કેસ (MLC) તરીકે નોંધવામાં આવ્યો છે અને આજે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે પણ તેમના નિધનની પુષ્ટિ કરી છે. ઘટના સમયે મલ્હાર પુણેમાં હતા અને સમાચાર મળતા જ તેઓ ગોવા માટે રવાના થયા હતા.

ક્રિકેટ પ્રત્યેનો ગાઢ લગાવ અને બાળપણના સંસ્મરણો

નાના પાટેકર માત્ર એક ઉત્કૃષ્ટ અભિનેતા જ નહોતા, પરંતુ તેમને ક્રિકેટ પ્રત્યે પણ ગાઢ લગાવ હતો. વર્ષ 2015માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ સારા ક્રિકેટર અને ઓફ સ્પિન બોલર હતા. બાળપણમાં આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે અને પોકેટમાં ક્રિકેટ શીખવાના પૈસા ન હોવાથી તેઓ શિવાજી પાર્ક જતા હતા અને ત્યાં નેટ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ માટે બોલિંગ કરતા હતા. તેઓ એવો પણ વિશ્વાસ ધરાવતા હતા કે આજે પણ માત્ર 10 દિવસની પ્રેક્ટિસ બાદ તેઓ સારી બોલિંગ કરી શકે છે.

વિરાટ કોહલી પ્રત્યેની પસંદગી અને સિનેમા સાથે સરખામણી

ક્રિકેટ પ્રત્યેની તેમની દીવાનગી ઉંમર વધવા છતાં ઓછી થઈ નહોતી. ખાસ કરીને વિરાટ કોહલી તેમના મનપસંદ ખેલાડી હતા. તેમણે એકવાર જણાવ્યું હતું કે જો વિરાટ જલદી આઉટ થઈ જાય તો તેમને જમવાનું પણ મન થતું નથી. આ ઉપરાંત, તેમણે ક્રિકેટ અને સિનેમાની સરખામણી કરતા કહ્યું હતું કે બંનેમાં પરીક્ષા જેવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રિકેટરની રમત પાંચ દિવસ ચાલે છે જ્યારે કલાકારોનું કામ દોઢથી બે વર્ષ ચાલે છે અને અંતે જનતા જ ફેસલો કરે છે. તેમના નિધનથી ફિલ્મ જગત અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.