નાગાર્જુને એક્ટ્રેસને મારી હતી 14 થપ્પડ, ચહેરા પર નિશાન પડી ગયા હતા, જાણો સમગ્ર મામલો
Nagarjuna Akkineni Slaps 14 Times To Isha Koppikar: બોલિવૂડ અને સાઉથ એક્ટર્સ એક-બીજાની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ કામ કરે છે. ઓગષ્ટમાં આવનારી ફિલ્મોમાં પણ તમને સાઉથ-બોલિવૂડ એક સાથે દેખાશે. જોકે, વર્ષ 1998માં આવેલી એક ફિલ્મમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યાં બોલિવૂડ એક્ટ્રેસે ફિલ્મ ચંદ્રલેખામાં નાગાર્જુન સાથે કામ કર્યું હતું.
સાઉથ સુપરસ્ટારે 14 થપ્પડ માર્યા હતા
આ બોલિવૂડ એક્ટ્રેસને સાઉથ સુપરસ્ટારે 14 થપ્પડ મારી હતી. તાજેતરમાં જ 48 વર્ષીય એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં નાગાર્જુન સાથે થપ્પડ પાછળનો કિસ્સો શેર કર્યો છે. તેણે કહ્યું કે, મને નાગાર્જુને 14 થપ્પડ મારી હતી. અહીં ઈશા કોપ્પીકરની વાત થઈ રહી છે. જેણે હવે થપ્પડ પાછળની સ્ટોરી જણાવી છે. તેણે કહ્યું કે, ‘હું એકદમ કમિટેડ એક્ટ્રેસ છું. હું રિયલ મેથડ એક્ટિંગ કરવા માંગુ છું. તો તે મને થપ્પડ મારી રહ્યા હતા, તે થપ્પડ મને ફિલ જ નહોતી થઈ રહી.’
ઈશા કોપ્પીકરે જણાવ્યું કે, આ મારી બીજી ફિલ્મ હતી, તો મેં નાગાર્જુનને કહ્યું કે, મને થપ્પડ મારો. તેના પર એક્ટરે પૂછ્યું પણ હતું કે, શું તમે શ્યોર છો? તો મેં કહ્યું કે, પરફેક્ટ રોલ કરવા માટે મારામાં થપ્પડની ફીલિંગ આવવી જોઈએ. મને ફીલ જ નહોતું થઈ રહ્યું, તેણે થપ્પડ માર્યા પરંતુ પ્રેમથી માર્યા હતા.
ચહેરા પર નિશાન પડી ગયા હતા
એક્ટ્રેસે આગળ એ પણ કહ્યું કે, હું કેમેરાની સામે ગુસ્સે નથી થઈ શકતી. ખબર નહીં શું પ્રોબ્લેમ છે? નાગાર્જુન સાથે સીનમાં ગુસ્સાના ચક્કરમાં મારે 14 થપ્પડ ખાવા પડ્યા હતા. છેલ્લે ચહેરા પર નિશાન પડી ગયા હતા. જો કે, બાદમાં નાગાર્જુને મારી માફી પણ માગી હતી.
હવે ક્યાં છે એક્ટ્રેસ?
ઈશા કોપ્પીકર છેલ્લે તમિલ ફિલ્મ 'અયાલાન'માં જોવા મળી હતી. જે વર્ષ 2024માં આવી હતી. તે પહેલા તેણે વેબ સીરિઝ 'ફિક્સર' અને 'દહનમ'માં પણ કામ કર્યું હતું. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 1.1 મિલિયન ફોલોઅર્સ છે.
એક્ટ્રેસ પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. ઈશા ખૂબ જ ગ્લેમરસ છે અને દીકરી સાથે એન્જોય કરતી જોવા મળે છે. તે પોતાની ફિટનેસ માટે જિમમાં કલાકો વિતાવે છે. આ સાથે જ તે 48 વર્ષની ઉંમરે પણ યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે.