મહિલા પ્રધાન ફિલ્મ માટે નાગ અશ્વિને સાંઇ પલ્લવીનો સંપર્ક કર્યો

- કલ્કિ ટુ પહેલા આ ફિલ્મ બનાવવાની પ્રાધાન્ય આપવામાં આવશે
મુંબઇ : નાગ અશ્વિને પોતાની આગામી મહિલા પ્રધાન ફિલ્મ માટે સાંઇ પલ્લવીનો સંપર્ક કર્યો છે.એક રિપોર્ટમાં સૂત્રના હવાલાથી જણાવામાં આવ્યું છે કે, નાગે મહિલા કલ્કિ ટુ પહેલા મહિલા પ્રધાન ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો છે. જેના માટે તેણે સાંઇ પલ્લવીનો સંપર્ક કર્યો છે. રસપ્રદ છે કે, આલિયા ભટ્ટ અત્યાર સુધી આ ફિલ્મ માટે નાગ અશ્વિન સાથે વાતચીત કરી રહી હતી.પરંતુ આ ફિલ્મની વાતચીત થોડા સમય માટે થંભી ગઇ હોવાથી આલિયા ભટ્ટ લાંબા સમય સુધી રાહ જોઇ શકે તેમ નથી. આલિયા માર્ચ મહિનાથી મેડોક ફિલ્મની ચામુંડા ફિલ્મ માટે તારીખ આપી ચુકી છે. જ્યારે સાંઇ પલ્લવી નિતેશ તિવારીની બે ભાગ માટેની રામાયણમાં કામ કરી રહી છે. જેનો બીજો ભાગ ૨૦૨૬ના મધ્યમાં પુરો થાય તેવી શક્યતા છે. જો સાંઇ પલ્લવી અને નાગ અશ્વિનની તારીખો મેળ ખાશે તો બન્ને જણા સાથે કામ કરશે.
નાગ અશ્વિન અને સાંઇ પલ્લવીએ ઘણી ફિલ્મો કરી છે અને ફિલ્મો સફળ પણ ગઇ છે.








