Get The App

'મને જિંદગીથી પ્રેમ છે...', કેન્સર સામે જંગ લડતી અભિનેત્રીનું દર્દ છલકાયું, ફરી શરૂ થશે કિમોથેરેપી

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
'મને જિંદગીથી પ્રેમ છે...', કેન્સર સામે જંગ લડતી અભિનેત્રીનું દર્દ છલકાયું, ફરી શરૂ થશે કિમોથેરેપી 1 - image


Nafisa Ali Sodhi cancer: 'લાઇફ ઇન અ મેટ્રો' ફેમ એક્ટ્રેસ નફીસા અલી કેન્સરથી પીડિત છે. તેને 2018માં પેરિટોનિયલ કેન્સર થયું હતું, હવે એક્ટ્રેસે પોતાની હેલ્થ અપડેટ આપી છે. તેણે જણાવ્યું કે, તે ફરી કીમો થેરાપી શરૂ કરશે કારણ કે, તેની સર્જરી થઈ શકે એમ નથી. 

કેન્સરથી પીડિત છે એક્ટ્રેસ

એક્ટ્રેસે મંગળવારે (16 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે એક સ્ક્રીનશૉટ મૂક્યો હતો, તેમાં લખ્યું હતું કે, 'એક દિવસ મારા બાળકોએ પૂછ્યું તમારા ગયા પછી અમે કોની સામે જોઇશું? મેં તેમને કહ્યું કે, એકબીજાની સામે જોજો. આ જ મારી સૌથી મોટી ગિફ્ટ છે. ભાઈ-બહેન એક જ પ્રેમ અને યાદો શેર કરે છે. એકબીજાની રક્ષા કરો. યાદ રાખો કે, તમારૂં બંધન જિંદગીની કોઈપણ વસ્તુથી વધારે સ્ટ્રોન્ગ છે.'

આ પણ વાંચોઃ હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું... ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી ભાવુક

આજથી નવું ચેપ્ટર...

આ સાથે નફીસાએ કેપ્શનમાં લખ્યું કે, 'મારી જર્નીનું આજથી નવું ચેપ્ટર. ગઈકાલે મારું PET સ્કેન થયું. હવે ફરી મારી કીમોથેરાપી શરૂ થશે કારણ કે, સર્જરી શક્ય નથી. વિશ્વાસ રાખો, મને જિંદગીથી ખૂબ પ્રેમ છે.'

ફેસબુક સ્ટેજ-4 કેન્સર વિશે કરી વાત

આ સાથે એક્ટ્રેસે ફેસબુક પર પણ ફોટો શેર કર્યો. આ સાથે સ્કેન અને ખુદની તસવીર પણ શેર કરી. આ આર્ટિકલના સ્ક્રીનશૉટ પણ શેર કર્યો., જેમાં તે સ્ટેજ 4 કેન્સર વિશે વાત કરી રહી છે. 

આ પણ વાંચોઃ બાળાસાહેબ ઠાકરેનો એ પૌત્ર જેની સાથે પિતાએ તોડ્યા સંબંધ, હવે બોલિવૂડમાં ડબલ રોલ સાથે કરશે ડેબ્યૂ

બીજીવાર થયું કેન્સર

નોંધનીય છે કે, 2018માં નફીસાને સ્ટેજ 3 પેરિટોનિયલ કેન્સર થયું હતું. 2019માં તે કેન્સર ફ્રી થઈ ગઈ હતી. જોકે, હવે એક વાર ફરીથી તેમને કેન્સર થઈ ગયું છે. પોતે કેન્સરથી એ કપરા સમય વિશે વાત કરતા નફીસાએ જણાવ્યું હતું કે, 'મને દર 3 મહિને ચેકઅપ માટે જવાનું હોય છે. પાંચ વર્ષ બાદ જ કહી શકાશે કે, કેન્સર ઠીક થયું કે નહીં.'

નફીસા અલીના કામની વાત કરીએ તો તેણે જુનૂન, મેજર સાહેબ, યે જિંદગી કા સફર, આતંક, બિગ-બી, યમલા પગલા દીવાના, લાહૌર, ઊંચાઈ, બેવફા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

Tags :