Entertainment

લેહમાં રણવીરની ધૂરંધરના 100થી વધુ ક્રૂ મેમ્બરને ફૂડ પોઈઝનિંગ

By GS TEAM
19 Aug 20251 min read
લેહમાં રણવીરની ધૂરંધરના 100થી વધુ ક્રૂ મેમ્બરને ફૂડ પોઈઝનિંગ

- લોકેશનના સ્થળે જ બધાએ ભોજન લીધું હતું 

- 100થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદો બાદ હોસ્પિટલ ખસેડાયા

મુંબઈ : રણવીર સિંહની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'ધુરંધર'નાં લેહમાં ચાલી રહેલાં શૂટિંગ દરમિયાન આશરે ૧૨૦ જેટલા ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઈઝનિંગ થતાં તેમને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ ૬૦૦ લોકોએ લોકેશન સ્થળ પર ભોજન લીધું હતું. તેમાંથી ૧૦૦થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી અને પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદો શરુ થઈ હતી. તત્કાળ શૂટિંગ અટકાવી તમામને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં તંત્ર પણ દોડતું થયું હતું  અને લોકેશન પર ફૂડ સપ્લાય કરનારને ત્યાંથી સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલી અપાયાં હતાં.  લેહના પથ્થર સાહિબ ખાતે રવિવારે સાંજે શૂટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ક્રૂ મેમ્બર્સ ટપોટપ બીમાર પડવા  માંડતાં દોડધામ મચી ગઈ હતી.