રામાયણ ફિલ્મમાં મોહિત રૈના ભગવાન શિવની ભૂમિકામાં દેખાશે
- ફિલ્મમાં નાનો પણ મહત્વનો રોલ હશે
- ટીવીના પડદે મહાદેવ બની ચૂકેલો મોહિત મોટા પડદે એ જ ભૂમિકામાં
મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મમાં ટેલિવિઝનનો જાણીતો અભિનેતા મોહિત રૈના ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળવાનો છે. જોકે આ વિશે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. મોહિત રેના આ પહેલા પણ ભગવાન મહાદેવો રોલ ભજવી ચુક્યો છે અને ટેલિઝિન પર લોકપ્રિય થયો છે.
મોહિત રૈનાએ સીરિયલ 'દેવોં કે દેવ મહાદેવ'માં ભગવાન મહાદેવની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. હવે ઘણા વરસો પછી ફરી મોહિત રૈના ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેની નાની પરંતુ મહત્વની ભૂમિકા હશે તેમ કહેવાય છે.નિતેશ તિવારીની 'રામાયણ'નું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. જેમાં ભગવાન શ્રીરામના રોલમાં રણબીર કપૂર અને સીતા માતાના રોલમાં સાંઇ પલ્લવી કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યશે રાવણના રોલમાં તાજેતરમાં જ શૂટિંગ શરુ કર્યું હતું.