Get The App

મોહમ્મદ રફીએ કુલ 7400 ગીત ગાયા હતા, જાણો એક ગીત માટે કેટલી ફી લેતા હતા

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
મોહમ્મદ રફીએ કુલ 7400 ગીત ગાયા હતા, જાણો એક ગીત માટે કેટલી ફી લેતા હતા 1 - image


Mohammed Rafi Fees: 'અગર મેં રુક ગઈ અભી તો જા ન પાઉંગી, યહી કહોગે તુમ સદા કે દિલ અભી નહીં ભરા....' આ તો માત્ર એક ગીત છે, પરંતુ 'સૂરોના બાદશાહ' મોહમ્મદ રફીએ આપણને અસંખ્ય સદાબહાર ગીતો આપ્યા છે જે લોકો હજુ પણ ગુનગુનાવે છે. તેમના ગીતોની યાદી ખૂબ લાંબી છે, જેમાં 'તુમ મુઝે યું ભુલા ન પાઓગે', 'મૈને પૂછા ચાંદ સે', 'ચૌદહવીં કા ચાંદ હો', અને 'બહારોં ફૂલ બરસાઓ'  સામેલ છે. 24 ડિસેમ્બર, 2025ના રોજ મહાન ગાયક મોહમ્મદ રફીની 101મી જન્મજયંતિ છે. રફી સાહબે પોતાના કરિયરમાં માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, મગહી, મૈથિલી, ઉર્દૂ, અંગ્રેજી, ફારસી અને અરબીમાં પણ ગાયું. તેમણે આશા ભોંસલે સાથે સૌથી વધુ ગીતો ગાયા છે. મોહમ્મદ રફીએ 7400 ગીત ગાયા છે. પરંતુ શું તમે જાણો છો કે ગાવાના મામલે તેમણે ક્યારેય પોતાની ફી વિશે વાત નથી કરી. છતાં, તેઓ એક ગીત માટે કેટલા રૂપિયા લેતા હતા તે જાણી લઈએ. 

લતા મંગેશકર એક ગીત માટે કેટલા રૂપિયા લેતા હતા

જ્યારે વાત લતા મંગેશકરની થાય છે તો, તેમને પહેલી વાર સ્ટેજ પર ગાવા માટે માત્ર 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતા હતા. કરિયરના શરુઆતના તબક્કામાં તેમને પ્રતિ ગીત 100 રૂપિયા મળતા હતા, જે પાછળથી વધીને 500 રૂપિયા થઈ ગયા. આ વાત 60ના દાયકા અને તેના પછીની છે. અહેવાલો પ્રમાણે 80ના દાયકામાં તેઓ પ્રતિ ગીત 50,000થી 1 લાખ રૂપિયા ચાર્જ લેતા હતા, જે પાછળથી વધીને 1.5 લાખ રૂપિયા થઈ ગયા હતા. આવી સ્થિતિમાં ઘણા ફિલ્મ મેકર્સ માટે તેમને પોતાની ફિલ્મોમાં લેવાનું મુશ્કેલ બન્યું. ચાલો હવે તમને મોહમ્મદ રફીની ફી વિશે જણાવીએ.

મોહમ્મદ રફી કેટલી ફીસ ચાર્જ કરતા હતા?

આમ તો જ્યારે પણ ગાવાની વાત થતી હતી, ત્યારે મોહમ્મદ રફી ક્યારેય ફીસ વિશે નહોતા વિચારતા. આ જ કારણ છે કે, તેમણે માત્ર 1 રૂપિયામાં ઘણા સદાબહાર ગીતો ગાયા હતા. તેઓ શાનદાર સિંગરની સાથે-સાથે અદ્ભુત માણસ પણ હતા. તેમણે ઘણા ગીત તો કોઈ પણ ફી લીધા વિના જ ગાયા હતા. અહેવાલ પ્રમાણે તેમણે 'વો જબ યાદ આયે, બહુત યાદ આયે અને 'રોશન તુમ્હી સે દુનિયા' જેવા ગીતો કોઈપણ ફી વિના ગાયા હતા. જોકે, થોડા સમય માટે, તેમણે ઘણા નવા સંગીતકારોને મદદ કરવા માટે માત્ર 1 રૂપિયો ફી લેતા હતા. બીજી તરફ પોતાના કરિયરના મિડમાં એટલે કે, 1970ના દાયકામાં તેની ફી 4,000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તે અંગે કેટલાક કિસ્સાઓ પણ છવાયેલા હતા. જ્યારે એક ફિલ્મ માટે 5,000 રૂપિયાને બદલે માત્ર 1,000 રૂપિયા લીધા હતા. એવું પણ કહેવાય છે કે તેમણે ફિલ્મ 'હમસાયા' માટે 10,000 રૂપિયાની ફી પરત કરી દીધી હતી.

આ પણ વાંચો: ચીનના ઇરાદાઓ ઉઘાડા પાડીને ભારતને ચેતવવાનો પ્રયાસ, અમેરિકાના રિપોર્ટમાં અનેક ખુલાસા

મોહમ્મદ રફીએ સૌથી વધુ ગીતો શમ્મી કપૂર માટે  ગાયા

જોકે, મોહમ્મદ રફીએ પોતાના કરિયરના પીક પર પ્રતિ ગીત માટે 70,000થી 80,000 ફી લીધી હતી. પરંતુ આ ફી લતા મંગેશકરની ફી કરતાં ઘણી ઓછી હતી, જેઓ એક ગીત ગાવા માટે 10000-30000 ચાર્જ કરતા હતા. જોકે, મોહમ્મદ રફીએ સૌથી વધુ ગીતો શમ્મી કપૂર માટે  ગાયા હતા, જેની સંખ્યા લગભગ 190 હતી. તેમણે 'જૉન વોકર' માટે 155, શશિ કપૂર માટે 129 અને ધર્મેન્દ્ર માટે 109 ગીતો ગાયા હતા.