Entertainment

જાણીતા અભિનેતાને ધરપકડનો ડર પેઠો, EDએ મોકલ્યું સમન્સ, કૌભાંડમાં ફસાયું છે નામ

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના મુંબઈની મીઠી નદી સફાઈ કૌભાંડ મામલે બોલિવૂડ એક્ટર ડીનો મોરિયાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરતું તે હાજર ન થતા તેને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યુ હતું અને પૂછપરછ માટે હાજર રહેવાની સૂચના આપવામાં પણ આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જાણીતા અભિનેતાને ધરપકડનો ડર પેઠો, EDએ મોકલ્યું સમન્સ, કૌભાંડમાં ફસાયું છે નામ
(Photo : Dino Morea/instgram)

Mithi River desilting Fraud: મહારાષ્ટ્રના મુંબઈની મીઠી નદી સફાઈ કૌભાંડ મામલે બોલિવૂડ એક્ટર ડીનો મોરિયાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરતું તે હાજર ન થતા તેને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યુ હતું અને પૂછપરછ માટે હાજર રહેવાની સૂચના આપવામાં પણ આવી હતી.

મીઠી નદી સફાઈ કૌભાંડમાં ડીનો મોરિયાને EDએ પાઠવ્યું સમન્સ 

મુંબઈમાં મીઠી નદીની સફાઈ (ડિસિલ્ટિંગ) સંબંધિત કૌભાંડના કેસમાં અભિનેતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીનો મોરિયા પર આરોપ છે કે તેણે મીઠી નદી કૌભાંડના વચેટિયાઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને  કૌભાંડ આચર્યું છે અને EDને તેના બેન્ક ખાતામાં કોન્ટ્રાક્ટરો સાથેના વ્યવહારોના પુરાવા પણ મળ્યા છે.

બેન્ક ખાતામાં કોન્ટ્રાક્ટરો સાથેના વ્યવહારોના પુરાવા

અત્યાર સુધીમાં આ કેસમાં ડીનો મોરિયાની 3 વખત પૂછપરછ કરવામાં આવી છે. જેમાં 2 વખત મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) અને ED દ્વારા 1 વખત પૂછપરછ કરવામાં આવી છે. જોકે, આ કેસમાં ડીનો મોરિયા ઉપરાંત, તેના ભાઈ સેન્ટિનો મોરિયા અને BMCના કેટલાક અધિકારીઓ સહિત 8 લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. 2005 પછી મીઠી નદીની સફાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારથી, નદીની સફાઈ અંગે ભ્રષ્ટાચારના આરોપો ઘણી વખત સામે આવ્યા છે.

આ કૌભાંડમાં મુખ્ય વચેટિયા તરીકે કેતન કદમની ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે તેણે મીઠી નદીમાંથી કાંપ કાઢવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. આ સંદર્ભમાં, EDએ અગાઉ ડીનો મોરિયાને સમન્સ મોકલ્યા હતા અને હવે પૂછપરછ માટે ફરીથી સમન્સ મોકલ્યા છે.

ડીનો મોરિયાનું નામ ક્યારે સામે આવ્યું?

હકીકતમાં, પોલીસે કેતન કદમ અને તેના સહ-આરોપી જય જોશીના કોલ રેકોર્ડ તપાસ્યા હતા. તે સમય દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે ડીનો અને તેના ભાઈએ કેતન કદમ સાથે પણ ઘણી વખત વાત કરી છે. હવે આરોપીઓ સાથે તેમના સંબંધ વિષે તપાસ કરવામાં આવી રહી છે. 

આ સંદર્ભમાં ડીનો મોરિયા 28 મેના રોજ આર્થિક ગુના શાખા (EOW) ના તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો. અધિકારીઓએ અભિનેતાની લગભગ સાત કલાક પૂછપરછ કરી, જેમાં તેણે ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.