Get The App

મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનારા સનોજ મિશ્રા પર રેપ કેસ, પોલીસે કરી ધરપકડ

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનારા સનોજ મિશ્રા પર રેપ કેસ, પોલીસે કરી ધરપકડ 1 - image

Sanoj Mishra Arrest : મહાકુંભ મેળામાં વાઈરલ થયેલી માળા વેચનારી છોકરી મોનાલિસાને ફિલ્મ ઓફર કરનારા ડિરેક્ટર ડાઈરેક્ટર સનોજ મિશ્રાની પોલીસે દુષ્કર્મ કેસમાં  ધરપકડ કરી છે. આ કેસમાં દિલ્લી હાઈકોર્ટ તેના જામીન નામંજૂર કર્યા પછી દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી હતી. સનોજ મિશ્રા પર આરોપ છે કે તેણે ઝાંસીમાં રહેતી એક છોકરીને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, તેને ચૂપ રહેવા ધમકીઓ પણ આપી હતી. 

સોશિયલ મીડિયામાં થઈ હતી મુલાકાત 

આ મામલે પીડિતાએ ખુલાસો કર્યો છે કે, 'વર્ષ 2020માં સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સનોજ મિશ્રા સાથે મુલાકાત થઇ હતી. એ સમયે હું ઝાંસીમાં રહેતી હતી. અમે ઘણાં સમય સુધી ચેટ કરી. ત્યારબાદ 17 જૂન 2021માં તેમણે મને કૉલ કરીને કહ્યું કે હું ઝાંસીના રેલવે સ્ટેશને છું. તે મને મળવા આવ્યો હતો, પરંતુ સામાજિક દબાણના કારણે મેં મળવાની ના પાડી દીધી હતી. એ વખતે તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. ’

આત્મહત્યાની વાત કરી મળવા માટે બ્લેકમેલ

આ અંગે વધુમાં વાત કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, 'બીજા દીવસે 18 જૂન 2021એ સનોજે ફરીથી મને કૉલ કર્યો. તેણે કહ્યું કે, જો તું મને મળવા નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. આ ધમકીથી ગભરાઈને હું તેને એ જ દિવસે મળવા ગઈ. ત્યાંથી તે મને એક રિસોર્ટમાં લઇ ગયો અને મને માદક પદાર્થ પીવડાવીને મારી સાથે દુષ્કર્મ આચર્યું.'

હિંમત કરીને ડિરેક્ટર સામે એફઆઈઆર નોંધાવી

આ ઘટના પછી પીડિતાએ ડિરેક્ટર સામે હિંમતથી ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. તેણે નોંધાવેલી એફઆઈઆરમાં દાવો કરાયો છે કે, 'સનોજે મારા અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યા હતા અને તેમને વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ત્યાર પછી પણ તેણે લગ્નનાં ખોટા વચન આપીને મને વિવિધ સ્થળે બોલાવી અને મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. તે મને ફિલ્મોમાં કામની લાલચ આપતો રહ્યો. હું એ જ આશામાં મુંબઈ જતી હતી અને સનોજ સાથે રહેવા લાગી. સનોજ ત્યાં પણ આ રીતે તેનું શોષણ કરતો રહ્યો.’ 

આ પણ વાંચો: તું મારી બાજુમાં બેસીને જોક ના મારતો: આશિષ ચંચલાનીએ રણવીરની ઉડાવી મજાક

તસવીરો-વીડિયો વાઈરલ કરવાની ધમકી 

પીડિતાનો આક્ષેપ છે કે, 'સનોજે ત્રણ વાર જબરદસ્તીથી મારો ગર્ભપાત કરાવ્યો. ફેબ્રુઆરી 2025માં સનોજે મને છોડી દીધી અને ધમકી આપી કે જો હું ફરિયાદ કરીશ તો અશ્લીલ તસ્વીરો અને વીડિયો વાઈરલ કરી દેશે.' નોંધનીય છે કે, દિલ્લી પોલીસે સનોજ મિશ્રા વિરુદ્ધ પીડિતાની ફરિયાદ નોંધી છે. આ ઘટનામાં તપાસ કર્યા પછી સનોજ મિશ્રાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન તેમણે જામીન માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી.