Ashish Chanchlani Roast Ranveer Allahbadia: ફેમસ યૂટ્યુબર રણવીર અલ્હાબાદિયા જે BeerBicepsના નામે પણ ઓળખાય છે તેણે હવે વિવાદના એક મહિના બાદ પોતાના પોડકાસ્ટ 'ધ રણવીર શો' પર રવિવારે વાપસી કરી. ગત મહિને તેણે 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતાની પ્રાઈવેટ લાઈફ પર વાંધાજનક કોમેન્ટ કરી હતી, ત્યારબાદ તેને ખૂબ ટ્રોલિંગની સાથે-સાથે લોકોની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો હતો. આ કેસમાં તેની સામે ઘણી એફઆઈઆર નોંધાઈ છે.
વિવાદ બાદ રણવીરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા અને પોતાના નજીકના લોકોનો આભાર માન્યો. પ્રથમ તસવીરમાં તે પોતાની ટીમ અને પોતાના નજીકના સાથે દેખાય રહ્યો છે. બીજા ફોટામાં તે તેના લેપટોપ પર કામ કરતો દેખાય રહ્યો છે. તેણે તેની દાદી અને તેના ડોગ સાથે પણ એક તસવીર પોસ્ટ કરી. પોસ્ટ સાથે તેણે લખ્યું કે, 'મારા પ્રિયજનોનો આભાર, યૂનિવર્સનો આભાર, એક નવું ચેપ્ટર શરૂ - રીબર્થ'. હવે યૂટ્યુબર આ પોસ્ટ પર આશિષ ચંચલાની રમુજ અંદાજમાં ટિપ્પણી કરી છે.
રણવીરની પોસ્ટ પર કોમેન્ટનું ઘોડાપૂર
આશિષ ચંચલાનીએ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, 'લવ યૂ, પરંતુ હવે પછી મારી બાજુમાં બેસીને અથવા તો મને મળે ત્યારે જોક ના મારતો.' રણવીરના નજીકના મિત્ર કોમેડિયન તન્મય ભટે પણ તેની પોસ્ટ પર રમુજમાં કોમેન્ટ કરતા લખ્યું કે, 'સારું કર્યું, પોતાની બાકી રહેલી ઓડિયન્સ સાથે સાથે ફોટો ક્લિક કરાવી લીધો!' તેણે એમ પણ લખ્યું, 'જો તું પણ ઈચ્છે કે બી પ્રાકનું પોડકાસ્ટ આવે, તો આ કોમેન્ટને લાઈક કરો.' તન્મયએ રણવીરને ટ્રોલ કરતા લખ્યું, 'તને યાદ કર્યો... (ખરેખર નહીં)'
સમય રૈનાના શો પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રણવીર રણવીર અલ્હાબાદિયા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં જજ તરીકે સામેલ થયો હતો. આ દરમિયાન તેણે એક સ્પર્ધકને માતા-પિતાની પર્સનલ લાઈફને લઈને વિવાદાસ્પદ સવાલ પૂછ્યો હતો. આ સવાલ સાંભળીને લોકો ભડકી ઉઠ્યા અને સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવા લાગ્યા. રણવીરના નિવેદન પર ન માત્ર દર્શકો જ ગુસ્સે થયા, પરંતુ તેના પર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી.
શો ના જજો પર નોંધાઈ હતી FIR
રણવીર, સમય રૈના અને અન્ય જજ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ એપિસોડમાં યૂટ્યુબર આશિષ ચંચલાની, કોમેડિયન જસપ્રીત સિંહ અને અપૂર્વ મખીજા પણ હાજર હતા, જેમના નામ પણ આ કેસમાં સામે આવ્યા હતા. વધતા વિરોધને જોઈને રણવીરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાના ચાહકોની માફી માંગી હતી. તેણે કહ્યું કે મારો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જોકે, માફી માંગવા છતાં વિવાદ અટક્યો નહીં અને લોકો તેની ટીકા કરતા રહ્યા.
રણવીરે મહિના બાદ કર્યું કમબેક
બીજી તરફ સમય રૈનાએ યૂટ્યુબ પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદાસ્પદ એપિસોડ હટાવી દીધો હતો. હવે, રણવીર રણવીર અલ્હાબાદિયા આ વિવાદથી આગળ વધીને પોતાના પોડકાસ્ટ ધ રણવીર શો પર વાપસી કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર અને મિત્રોનો આભાર માન્યો અને આને એક નવી સફરની શરૂઆત ગણાવી. જોકે, તેની વાપસી બાદ પણ સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ ટિપ્પણીઓ ચાલુ છે.


