Get The App

ગર્ભવતી થતાં જ શૉ હોસ્ટિંગમાંથી કાઢી મૂકાઈ, એક્ટ્રેસે યાદ કરતા કહ્યું- આ બધું ફેક છે

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
ગર્ભવતી થતાં જ શૉ હોસ્ટિંગમાંથી કાઢી મૂકાઈ, એક્ટ્રેસે યાદ કરતા કહ્યું- આ બધું ફેક છે 1 - image


Mini Mathur Revealed Shocking Truth About Reality Show India Idol: એક્ટ્રેસ-હોસ્ટ મિની માથુર ફરી એક વખત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે તે સિંગિંગ રિયાલિટી શૉ 'ઈન્ડિયન આઈડલ'ને હોસ્ટ કરવા માટે ફેમસ હતી. શૉ માં તેની હોસ્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવતી હતી, પરંતુ 'ઈન્ડિયન આઈડલ'ની ચોથી સિઝનમાંથી તેને કાઢી મૂકવામાં આવી હતી. હવે તેણે આ અંગે ખુલીને વાત કરી છે. 

શૉ હોસ્ટિંગમાંથી કાઢી મૂકાતા એક્ટ્રેસનું દર્દ છલકાયું

વિક્કી લાલવાનીના પોડકાસ્ટમાં મિની માથુરે કહ્યું કે, 'હું 'ઈન્ડિયન આઈડલ'થી કંટાળી નહોતી. સિઝન 6 બાદ તેમણે હોસ્ટ બદલી નાખ્યા. મને ખોટું એ વાતનું લાગ્યું કે, જ્યારે હું સિઝન 4 કરી રહી હતી ત્યારે હું ગર્ભવતી હતી. મેકર્સે મને કહ્યું કે, અમારા દર્શકો ગર્ભવતી હોસ્ટ માટે તૈયાર નથી. આ વાતે મને ઠેસ પહોંચાડી. વિદેશૉમાં અનેક ગર્ભવતી હોસ્ટ શૉ કરે છે, પરંતુ ઈન્ડિયામાં આવું ન થયું. જો હું ગર્ભવતી છું તો તેનાથી મારી હોસ્ટિંગ પર શું ફરક પડવાનો હતો.' 

આ પણ વાંચો: પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે શિક્ષકે મારી સ્કૂલ ફી ભરી હતી, રાજ કુમાર રાવનો ખુલાસો

શૉ પર ફેક ઈમોશનલ મોમેન્ટ્સ ક્રિએટ કરવામાં આવે છે

દર્શકોએ શૉ માં મિની  માથુર અને હુસૈન કુવાજેરવાલાની જોડીને ખૂબ પ્રેમ આપ્યો હતો, પરંતુ સિઝન 6 બાદ તેણે ફરી શૉ માં વાપસી ન કરી. મિનીએ એ પણ કહ્યું કે, 'શૉ માં બતાવવામાં આવતા ઈમોશનલ મોમેન્ટ્સ ફેક હોય છે.' મિનીને પણ શૉ પર ફેક ઈમોશનલ મોમેન્ટ્સ ક્રિએટ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે ઈનકાર કરી દીધો અને શૉ છોડી દીધો. એક્ટ્રેસે કહ્યું કે, 'શરૂઆતની સિઝન એટલા માટે હિટ હતી, કારણ કે, ત્યારે બધુ અસલી હતું, પરંતુ બાદમાં બધુ ફેક થઈ ગયું.'

Tags :