ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ દિલજીતનો વિરોધ શરૂ, સ્ટાર સિંગરે કહ્યું- દેશ સર્વપ્રથમ, માફી માંગવી જોઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mika Singh Diljit Dosanjh: દિલજીત દોસાંઝની આગામી ફિલ્મ 'સરદારજી 3' હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. તેનું કારણ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની કાસ્ટિંગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે દિલજીત પર સતત સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે સ્ટાર સિંગર મીકા સિંહે પણ દિલજીત પર નિશાન સાધ્યુ છે અને તેને 'ફેક સિંગર' ગણાવી દીધો છે.
દિલજીત દોસાંઝે માફી માંગવી જોઈએ
મીકા સિંહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કહી દીધું છે કે, દિલજીત દોસાંઝે માફી માંગવી જોઈએ અને ફિલ્મમાંથી તમામ વાંધાજનક સીન હટાવી દેવા જોઈએ. મીકાએ લખ્યું કે, 'મિત્રો, હું સમજું છું કે આપણે બધા જીવનમાં ભૂલો કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે ભૂલ કરીએ છીએ, ત્યારે માત્ર એક જ શબ્દ બોલી દેવો જોઈએ: સોરી. જો દિલજીતે કોઈ ભૂલ કરી છે તો આપણે બધા માફ કરવા તૈયાર છીએ, પરંતુ તેણે માફી માંગવી જોઈએ અને ફિલ્મમાંથી તમામ વાંધાજનક સીન હટાવી દેવા જોઈએ. બસ એટલું જ. કોઈ નફરત નહીં. માત્ર સન્માન. દેશ સર્વપ્રથમ.'

આ પહેલા મીકા સિંહે કહ્યું હતું કે, 'દેશ સર્વપ્રથમ. મિત્રો, જેમ આપણે બધા જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં સારા નથી ચાલી રહ્યા. તેમ છતાં પણ કેટલાક લોકો બેજવાબદારીપૂર્વક વર્તન કરી રહ્યા છે. સરહદ પાર કલાકારો સાથે સંબંધિત કોઈપણ કન્ટેન્ટ જારી કરતા પહેલા તેમણે બે વાર વિચારવું જોઈએ. ખાસ કરીને જ્યારે આપણા દેશની ગરિમા સામેલ હોય.'
વિવાદના કારણે 'સરદારજી 3' ભારતમાં રિલીઝ નહીં થશે
આ વિવાદના કારણે 'સરદારજી 3' ભારતમાં રિલીઝ નહીં થશે. તેને 27 જૂને વિદેશમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે, 'શૂટિંગ ફેબ્રુઆરી 2025માં જ પૂર્ણ થઈ ગયું હતું, જ્યારે પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ હવે વધતા વિવાદના કારણે ફિલ્મ ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવશે.'
AICWAએ દિલજીત અને ફિલ્મની ટીમની ટીકા કરી
આ સમગ્ર મામલે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ પણ દિલજીત અને ફિલ્મની ટીમની ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ પહલગામ આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતની 'ઓપરેશન સિંદૂર' જેવી કાર્યવાહીના કારણે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ લાગ્યો છે.








