Entertainment

85 નહિ પરંતુ માત્ર 40 કરોડના બજેટમાં મેટ્રો ઈન દિનોં બની

By GS TEAM
13 Jul 20251 min read
85 નહિ પરંતુ માત્ર 40 કરોડના બજેટમાં મેટ્રો ઈન દિનોં બની

- પ્રચાર માટે આંકડાઓની ફેંકમફેંક  

- ફિલ્મને હિટ દર્શાવવા હવે ઓછા આંકડા અપાયાની ટ્રેડ વર્તુળોમાં ચર્ચા

મુંબઈ: આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, અલી ફૈઝલ, ફાતિમા સના શેખ, કોંકણા સેન શર્મા સહિતના કલાકારોની મલ્ટી  સ્ટારર  ફિલ્મ 'મેટ્રો ઈન દિનોં' અગાઉ ચર્ચાયું હતું તેમ ૮૫ કરોડના બજેટમાં નહિ પરંતુ વાસ્તવમાં માંડ ૪૦ કરોડના બજેટમાં બની હોવાના દાવા  હવે  થઈ રહ્યા છે. 

ટ્રેડ વર્તુળોમાં ચર્ચા અનુસાર અગાઉ ફિલ્મના પ્રચાર માટે કદાચ ૮૫ કરોડનો ખોટો આંકડો વહેતો કરાયો હતો. હાલ આ ફિલ્મની કમાણી ૩૫થી ૪૦ કરોડ રુપિયા થઈ છે એટલે હવે ફિલ્મને હિટ દર્શાવવા માટે ઓછા આંકડાની વાત વહેતી કરાઈ છે. 

આ ફિલ્મને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિભાવ  મળ્યા છે. કેટલાકને તે બોરિંગ લાગી છે પરંતુ કેટલાકને તે એકદમ રિફ્રેશિંગ લાગી  છે. બહુ લાંબા સમય  પછી મ્યુઝિકલ ફિલ્મનો પ્રયોગ પણ કેટલાક લોકોને ગમ્યો છે. જોકે,  બધા  સમીક્ષકોએ એક વાત કબૂલી છે કે આ ફિલ્મે ટિકિટબારી  પર ધારણા કરતાં સારો દેખાવ  કર્યો છે. ફિલ્મનાં ગીતો પણ લોકપ્રિય થયાં છે. જોકે, શહેરી વિસ્તારમાં  મલ્ટી પ્લેક્સનાં  ઓડિયન્સમાં જ આ ફિલ્મ ચાલી છે.