Get The App

માનુષી છિલ્લર બિઝનેસમેન નિખીલ કામથને ડેટ કરી રહી છે

Updated: Nov 22nd, 2022

GS TEAM

Google News
Google News
માનુષી છિલ્લર બિઝનેસમેન નિખીલ કામથને ડેટ કરી રહી છે 1 - image


- 2021થી તેઓ પોતાનો સમય સાથે જ પસાર કરી રહ્યા છે

મુંબઇ: સોંદર્ય સુંદરી વિજેતા માનુષી છિલ્લર બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. 

એક રિપોર્ટના  અનુસાર, બન્ને જણા 2021થી ડેટ કરી રહ્યા છે. જોકે તેઓ પોતાના સંબંધને છુપાવામાં સફળ રહ્યા છે. 

રિપોર્ટમાં વધુમાં જણાવામાં આવ્યું છે કે, તેઓ મોટા ભાગે સમય તેમજ સફર સાથે પસાર કરતા હોય છે. તેઓ છેલ્લે ઋષિકેશ સાથે ગયા હતા. માનુષી અને નિખિલ સાથે રહેવા લાગ્યા છે. 

બન્નેના પરિવારજનો અને મિત્રો તેમના આ સંબંધથી વાકેફ છે. તેમજ તેમને પોતાના સંબંધની ચર્ચા થાય તે પસંદ નથી. 

35 વર્ષીય નિખિલ બેગલુરુમાં રહે છે અને એક સફળ બિઝનેસમેન છે. 

2019માં તેના લગ્ન આમંદા સાથે ઇટલીમાં થયા હતા. પરંતુ એક જ વરસમાં આ યુગલ છુટુ પડી ગયું હતું અને 2021માં તેમણે છૂટાછેડા લીધા હતા.

માનુષીએ સોંદર્ય પ્રતિયોગિતા જીતી લીધા પછી અક્ષય કુમાર સાથેની પૃથ્વીરાજ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. 

Tags :