Entertainment

'તેઓ ફોન કરીને ક્યારેય તમારા વખાણ નહીં કરે...', બોલિવૂડ કલાકારો અંગે મનોજ બાજપેયી ખુલીને કરી વાત

By GS TEAM
7 Dec 20252 mins read
TukuTouch Logo
એક્ટર મનોજ બાજપેયી હાલમાં 'ધ ફેમિલી મેન' સિઝન 3માં તેમના અભિનય માટે પ્રશંસા મેળવી રહ્યા છે. કલાકારોએ તાજેતરમાં કુશા કપિલા અને કોમેડિયન રવિ ગુપ્તા સાથે શૉ વિશે વાત કરી હતી. જેમાં મનોજ બાજપેયીએ બોલિવૂડના કલાકારોમાં રહેલી ઈન્સિક્યોર વિશે ખુલીને વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'તેઓ ફોન કરીને ક્યારેય તમારા વખાણ નહીં કરે...', બોલિવૂડ કલાકારો અંગે મનોજ બાજપેયી ખુલીને કરી વાત

Manoj Bajpayee Talks Bollywood Actors : એક્ટર મનોજ બાજપેયી હાલમાં 'ધ ફેમિલી મેન' સિઝન 3માં તેમના અભિનય માટે પ્રશંસા મેળવી રહ્યા છે. કલાકારોએ તાજેતરમાં કુશા કપિલા અને કોમેડિયન રવિ ગુપ્તા સાથે શૉ વિશે વાત કરી હતી. જેમાં મનોજ બાજપેયીએ બોલિવૂડના કલાકારોમાં રહેલી ઈન્સિક્યોર વિશે ખુલીને વાત કરી હતી. 

જયદીપ અહલાવતે ખુલાસો કર્યો કે, જ્યારે મનોજ બાજપેયી 'પાતાલ લોક' સિઝન 1માં તેમના કામની પ્રશંસા કરી ત્યારે તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, 'જ્યારે પાતાલ લોક સિઝન 1 રિલીઝ થઈ, ત્યારે મનોજ ભાઈએ મને રાત્રે ફોન કર્યો અને 15-20 મિનિટ સુધી મારી સાથે વાત કરી હતી. હું તે ક્યારેય ભૂલીશ નહીં. તે પછી હું ખૂબ રડ્યો હતો.' તે સમયે મનોજ બાજપેયીએ જયદીપ અહલાવતને કહ્યું કે, 'એક સંસ્થા ખોલો, અને હું તમારો વિદ્યાર્થી બનીશ.'

બોલિવૂડ કલાકારો અંગે મનોજ બાજપેયી ખુલીને કરી વાત

મનોજ બાજપેયીએ બોલિવૂડ કલાકારોમાં રહેલી અનિશ્ચિતતાની ભાવના વિશે વાત કરતા કહ્યું કે, 'આપણી ઈન્ડસ્ટ્રીમાં કલાકારો ક્યારેય એકબીજાની પ્રશંસા કરતા નથી. તેઓ ક્યારેય કોઈના કામની પ્રશંસા કરવા માટે ફોન કરતા નથી, કારણ કે તેઓ ખૂબ જ ઈન્સિક્યોર હોય છે. હું હજુ પણ લોકોને કામ માંગવા માટે ફોન કરું છું કારણ કે હું જન્મજાત સંઘર્ષ કરનાર છું.'

મનોજ-જયદીપે સાથે કામ કર્યું

'ધ ફેમિલી મેન 3' પહેલા મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતે 2012માં 'ગેંગ્સ ઓફ વાસેપુર' અને 'ચટગાંવ'માં સાથે કામ કર્યું હતું. 'ધ ફેમિલી મેન'ની નવી સિઝનમાં મનોજ બાજપેયીએ શ્રીકાંત તિવારી તરીકે ફરી એકવાર પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે જયદીપ અહલાવતે ખલનાયક રુક્માના રોલમાં છે. 

આ પણ વાંચો: ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની મુંબઈથી ધરપકડ, 30 કરોડની છેતરપિંડીના કેસમાં કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

'ધ ફેમિલી મેન 3'ના નિર્દેશક રાજ એન્ડ ડીકે છે. આ શૉમાં મનોજ બાજપેયી, નિમરત કૌર, અશ્લેષા ઠાકુર, શારીબ હાશ્મી, પ્રિયમણી અને જયદીપ અહલાવત છે. આ શૉ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 21મી નવેમ્બરથી સ્ટ્રીમ થઈ રહ્યો છે.