Ex બોયફ્રેન્ડ અર્જુન કપૂરને બર્થ-ડે વિશ કર્યા બાદ મલાઈકા અરોડાની ક્રિપ્ટિક પોસ્ટ વાઇરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Malaika Arora Post: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરના બ્રેકઅપ થઈ ચૂકયા હોવાની વાત જગ જાહેર છે. પણ અર્જુનના જન્મદિવસે મલાઈકાએ તેના માટે પોસ્ટ શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મલાઈકાએ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા આપ્યા બાદ ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ પણ વાંચો : રશ્મિકા નવી ફિલ્મમાં એક વીરાંગનાની ભૂમિકામાં હોવાની સંભાવના
અભિનેતા અર્જુન કપૂર પોતાની પર્સનલ લાઈફ માટે પણ હંમેશાં ચર્ચામાં રહે છે. ગુરુવાર, 26 જૂન, 2025ના રોજ અર્જુન કપૂરનો જન્મ દિવસ હતો. 40માં જન્મદિવસે પરિવાર, ચાહકો સાથે તેની એક્સ ગર્લફ્રેન્ડ મલાઈકાએ અર્જુનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. મલાઈકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર અર્જુન માટે એક વીડિયો શેર કર્યો, ત્યાર બાદ એક્ટ્રેસે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. મલાઈકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અર્જુનનો એક મજેદાર બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે રસ્તા પર ખુશીથી ઉછળી રહ્યો છે. ક્લિપ સાથે તેણે લખ્યું, “હેપ્પી બર્થડે અર્જુન કપૂર…” તેની સાથે તેણે એક સફેદ હૃદયવાળો ઇમોજી અને શેમ્પેનના ગ્લાસની ખનક પણ દર્શાવી.
![]() |
મલાઈકા અરોરાનો ક્રિપ્ટિક પોસ્ટ
જોકે, આ ખુશનુમા સંદેશા બાદ તરત જ મલાઈકાએ પોતાની સ્ટોરીઝ પર બે ક્રિપ્ટિક પોસ્ટ શેર કર્યા. પહેલું હતું, “સરળ 3 નિયમો મુજબ જીવો: પ્રેમ માટે એક્શનની જરૂર પડે છે, વિશ્વાસ માટે પુરાવાની જરૂર પડે છે, માફી માટે ફેરફારની જરૂર પડે છે.” જ્યારે તેની બીજી ઇન્સ્ટા પોસ્ટમાં લખાયું હતું, “મને આ વાક્ય ગમે છે કે ,જે વસ્તુ તમને નફરત કરે છે, તે તેમનામાં ગેરહાજર છે. હંમેશા ચમકતા રહો"










