Get The App

મારા માટે ફેમિલી-ફ્રેન્ડ્સ અને શાંતિ મહત્ત્વપૂર્ણ...', પર્સનલ લાઈફ પર ટ્રોલિંગ મુદ્દે મલાઈકા અરોરાનો જવાબ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
મારા માટે ફેમિલી-ફ્રેન્ડ્સ અને શાંતિ મહત્ત્વપૂર્ણ...', પર્સનલ લાઈફ પર ટ્રોલિંગ મુદ્દે મલાઈકા અરોરાનો જવાબ 1 - image


Malaika Arora Opened Up About Trolling: મલાઈકા અરોરાએ તાજેતરમાં જ પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેના લુકને જઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ચાહકો ઘણીવાર તેની ફિટનેસ અને ગ્લેમરસ લુક પર ફિદા થઈ જાય છે. જોકે, કેટલાક લોકો એવા પણ છે જેઓ એક્ટ્રેસને તેની ઉંમર અને પર્સનલ લાઈફને લઈને ટ્રોલ કરે છે.

મલાઈકા અરોરાએ સતત ટ્રોલિંગનો સામનો કર્યો છે

હવે મલાઈકા અરોરાએ તાજેતરમાં જ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ સાથે કેવી રીતે ડીલ કરે છે. મલાઈકાની અત્યાર સુધીની જર્નીમાં તેને સતત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે, પછી ભલે તે અરબાઝ ખાન સાથે સેપરેશનને લઈને હોય, સિંગલ મધર તરીકે પુત્ર અરહાનને ઉછેરવાનો હોય, કે પછી ફરીથી પ્રેમ કરવા અંગે હોય. તે છતાં મલાઈકા પોતાની શરતો પર જીવન જીવે છે, તેની આસપાસ થઈ રહેલા ટ્રોલિંગથી તેને કોઈ ફરક નથી પડતો. મલાઈકાએ હવે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલીને વાત કરી. 

મારા માટે ફેમિલી-ફ્રેન્ડ્સ અને શાંતિ મહત્ત્વપૂર્ણ

એક્ટ્રેસે કહ્યું કે, 'મેં મારી સચ્ચાઈ પર ફોકસ કરવાનું શીખી લીધું છે અને હું નેગેટિવિટીને પોતાનું સેલ્ફ વર્થ ડિસાઈડ નથી કરવા દેતી. ટ્રોલ્સ તો હંમેશા ટ્રોલ્સ જ રહેશે. પરંતુ હું મારી જાતને તે ટૉક્સિસિટીમાં સામેલ ન કરી શકું. મારા માટે મારી ફેમિલી-ફ્રેન્ડ્સ અને મનની શાંતિ વધુ મહત્ત્વપૂર્ણ છે.' 

મલાઈકાને એક્ટિંગથી સંતોષ નથી મળતો

આ દરમિયાન મલાઈકાએ પોતાના કરિયર અંગે પણ વાત કરી અને કહ્યું કે, 'એક્ટિંગથી મને એટલો સંતોષ નથી મળતો જેટલો પરફોર્મ કરીને મળે છે. એ વાત બિલકુલ સાચી છે કે એક્ટિંગથી મને ક્યારેય ડાન્સ નંબર કરવા જેટલો સંતોષ નથી મળતો. મને એક્ટિંગ પસંદ હતી, ખરેખર પસંદ હતી પરંતુ ડાન્સ કરવું એ મને પોતાના જેવું લાગે છે.'

આ પણ વાંચો: ડેબ્યૂ મળી શકે પણ કરિયર તો લોકો જ નક્કી કરે છે', નેપોટિઝમ મુદ્દે ટ્રોલર્સને કરીના કપૂરનો જવાબ

મલાઈકાએ આગળ કહ્યું કે, હું જાણું છું કે આઈટમ નંબર લેબલ પહેલા થોડું મર્યાદિત લાગતું હતું. પરંતુ આજે હું જોઉં છું કે કેટલાંય કલાકારો તેને સર્જનાત્મક પડકાર તરીકે લે છે. હવે ફોકસ પ્રદર્શન, કોન્સેપ્ટ એ બાબત પર હોય છે કે, કોઈ ગીત સ્ટોરીમાં કેવી રીતે ફિટ બેસે છે, માત્ર એક વિઝ્યુઅલ ટ્રીટ બનવા પર નહીં. આ નંબર્સને બનાવવા માટે જે મહેનત લાગે છે તેના પ્રત્યે વધુ સન્માન છે. 

Tags :