Get The App

ડેબ્યૂ મળી શકે પણ કરિયર તો લોકો જ નક્કી કરે છે', નેપોટિઝમ મુદ્દે ટ્રોલર્સને કરીના કપૂરનો જવાબ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ડેબ્યૂ મળી શકે પણ કરિયર તો લોકો જ નક્કી કરે છે', નેપોટિઝમ મુદ્દે ટ્રોલર્સને કરીના કપૂરનો જવાબ 1 - image


Kareena Kapoor Khan On Nepotism: એક્ટ્રેસ કરીના કપૂર ખાને નેપોટિઝમ મુદ્દે વાત કરી છે. તેણે કહ્યું કે, ફિલ્મી ફેમિલીમાંથી હોવાના કારણે તમને ફાયદો મળી શકે છે. તમને પહેલી ફિલ્મ મળી શકે છે. પરંતુ બાકીનું કરિયર તમારી મહેનત, ટેલેન્ટ અને ઓડિયન્સ ડિસાઈડ કરે છે. 

નેપોટિઝમ મુદ્દે ટ્રોલર્સને કરીના કપૂરનો જવાબ

બરખા દત્ત સાથે વાતચીતમાં કરીનાએ ઈનસાઈડર vs આઉટસાઈડર અંગે વાત કરી. તેણે કહ્યું કે, 'નેપોટિઝમ તમને ડેબ્યૂ કરાવી શકે છે. પરંતુ લાંબુ કરિયર ન અપાવી શકે. ઓડિયન્સની સ્વીકૃતિ તમારું કિસ્મત નક્કી કરે છે, તમારી સરનેમ નહીં.'

કરીના કપૂર પહેલા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને પણ નેપોટિઝ મુદ્દે વાત કરી હતી. સાનિયા મિર્ઝાના પોડકાસ્ટમાં ફરાહ ખાને કહ્યું હતું કે, 'મુંબઈ આવતા લોકોનો ગુસ્સો હું સમજી શકું છું. તેમનામાં સ્ટાર કિડ્સ અથવા નેપો કિડ્સને લઈને થોડી નારાજગી રહે છે. તેમનો ગુસ્સો વ્યાજબી છે. તેમને દર મહિને પોતાનું ઘર ચલાવવા માટે કમાણી કરવી પડે છે. જો જોવા જઈએ તો સ્ટાર કિડ્સનું સ્ટ્રગલ તેમની સામે કંઈ જ નથી.'

આ ફિલ્મમાં જોવા મળી હતી કરીના

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી, જેમાં તેણે અવની સિંઘમની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં ફીમેલ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં હતો. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ અને અક્ષય કુમાર જેવા એક્ટર્સ પણ હતા. 

આ પણ વાંચો: તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો

હવે કરીના નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી 'Dining with the Kapoors' માં જોવા મળશે. આ ડોક્યુમેન્ટરીમાં આખું કપૂર ખાનદાન નજર આવશે. 21 નવેમ્બરના તેનું રોજ સ્પેશિય પ્રીમિયર થશે. ડોક્યુમેન્ટરીનું ટીઝર રિલીઝ થઈ ગયુ છે. તેમાં તમામ કપૂર્સ ભોજનની ચર્ચા કરતા દેખાયા. તેઓ જણાવી રહ્યા છે કે, કેવી રીતે તેઓ તહેવારોમાં સાથે મળીને લંચ અને ડિનર કરે છે. 

Tags :