Get The App

માધુરી દીક્ષિતના બાળકો બોલિવૂડમાં ડેબ્યૂ કરશે? લાઈમલાઇટ વિશે દિગ્ગજ અભિનેત્રીએ આપ્યો જવાબ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
Madhuri Dixit


Madhuri Dixit: 80 અને 90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત આજે પણ લાખો લોકોના દિલમાં વસે છે. જોકે, જ્યારે તેનું કરિયર ટોચ પર હતું, ત્યારે જ તેણે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરી અમેરિકા સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં માધુરીએ લાઈમલાઈટ છોડીને વિદેશમાં સ્થાયી થવા અને તેના પુત્રોના બોલિવૂડ પ્રત્યેના દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી છે.

અમેરિકા જવાનો નિર્ણય કેમ લીધો?

ઇન્ટરવ્યૂમાં જ્યારે માધુરીને પૂછવામાં આવ્યું કે ભારતની ટોપ સુપરસ્ટાર હોવા છતાં એક નાના અમેરિકન શહેરમાં સામાન્ય નાગરિકની જેમ રહેવું કેવું હતું? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, 'દરેકના જીવનના કેટલાક સપના હોય છે. મારું પણ સપનું હતું કે હું લગ્ન કરું, મારું પોતાનું ઘર હોય અને બાળકો હોય. જ્યારે ડૉ. નેને મારા જીવનમાં આવ્યા, ત્યારે મને લાગ્યું કે આ તે જ વ્યક્તિ છે જેની સાથે હું જીવન વિતાવવા માંગુ છું. તેથી હું વધુ વિચાર્યા વગર લગ્ન કરીને અમેરિકા શિફ્ટ થઈ ગઈ.'

માધુરીએ વધુમાં કહ્યું કે, 'ત્યાં બધું જ કામ જાતે કરવું પડતું હતું, પણ મને એ શાંતિ ગમતી હતી. બાળકોને કોઈના ડર વગર પાર્કમાં લઈ જવા અને તેમની સાથે સમય વિતાવવો મારા માટે ખૂબ જ ખાસ હતું.'

બોલિવૂડને 'સર્કસ' કહે છે પુત્રો!

માધુરીએ તેના બે પુત્રો - આરિન અને રયાન વિશે પણ રસપ્રદ વાતો શેર કરી. તેણે જણાવ્યું કે, 'જ્યારે અમે અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે મારા બાળકોની ઉંમર 6 અને 8 વર્ષની હતી.મારા બાળકો આ ગ્લેમરની દુનિયાને એક 'સર્કસ' માને છે.

અભિનેત્રીએ કહ્યું કે, 'મારો નાનો દીકરો રયાન આ બધી જ ચમક-ધમકથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે આ ઇન્ડસ્ટ્રીને એક સર્કસ માને છે અને તેમાં તેને જરાય રસ નથી. જ્યારે મોટો દીકરો આરિન થોડો વધુ સોશિયલ છે, પણ તેનું ધ્યાન પણ ફિલ્મોમાં નથી.'

આ પણ વાંચો: રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના

પુત્રો અત્યારે શું કરી રહ્યા છે?

આરિન આ વર્ષે મે મહિનામાં ગ્રેજ્યુએટ થયો છે અને હાલમાં જાણીતી કંપની Appleમાં કામ કરી રહ્યો છે. તે મ્યુઝિકનો શોખીન છે અને પોતાનું મ્યુઝિક પ્રોડ્યુસ કરે છે.

નાનો પુત્ર રયાન અત્યારે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા(USC)માં અભ્યાસ કરે છે. તે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ(STEM)માં ખૂબ જ તેજસ્વી છે.

નવી વેબ સિરીઝ સાથે ધમાકેદાર વાપસી

કામની વાત કરીએ તો, માધુરી દીક્ષિત તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ 'મિસીસ દેશપાંડે'માં જોવા મળી રહી છે. નાગેશ કુકુનૂર દ્વારા નિર્દેશિત આ સાયકોલોજિકલ થ્રિલર 19 ડિસેમ્બરથી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે.

માધુરી દીક્ષિતના બાળકો બોલિવૂડમાં ડેબ્યૂ કરશે? લાઈમલાઇટ વિશે દિગ્ગજ અભિનેત્રીએ આપ્યો જવાબ 2 - image