Entertainment

માધવને મુંબઈનો ફલેટ મહિને સાડા છ લાખના ભાડે આપ્યો

By GS TEAM
21 Jun 20251 min read
માધવને મુંબઈનો ફલેટ મહિને સાડા છ લાખના ભાડે આપ્યો

- બે વર્ષમાં 1.60 કરોડ ભાડું મેળવશે

મુંબઇ : આર માધવન અને તેની પત્ની સરિતાએ મુંબઇના બાંદરા કુર્લા  કોમ્પ્લેક્સમાં તેનો ફલેટ મહિને સાડા છ લાખ રુપિયાના ભાડે આપ્યો છે. આ ફલેટ તેણે ૧૭ કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. બે  વર્ષમાં તે આ ફલેટનાં  ભાડાં પેટે ૧.૬૦ કરોડ રુપિયા મેળવશે. આ  ફ્લેટના ભાડામાં બીજા વરસે પાંચ ટકાનો વધારો કરવામાં આવશે આથી બીજાં વર્ષે તેનું ભાડું ૬. ૮૩ લાખ રૂપિયા થઇ જશે. આ ફ્લેટ ૪૧૮૨ સ્કે.ફૂટમાં ફેલાયેલો છે. આ ફ્લેટ તેમણે ૨૦૨૪માં ૧૭.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.  લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ  હાલમાંજ  કરવામાં આવ્યું હતું.  માધવને ૩૯ લાખ રુપિયાની ડિપોઝિટ મેળવી  છે. મુંબઈમાં અનેક સેલિબ્રિટીઓ બાંદરા, જૂહુ, અંધેરી જેવા વિસ્તારોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, હાલ કેટલાક સેલિબ્રિટીઓએ બોરીવલી તથા મુલુંડ જેવાં પરાંમાં પણ રોકાણ કર્યું છે.