Image: Facebook
Shatrughan-Poonam Wedding Anniversary: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને બે અઠવાડિયા થઈ ગયા છે. અભિનેત્રીના લગ્નમાં તેના પિતા શત્રુઘ્ન સિન્હા અને માતા પૂનમ સિન્હા સામેલ થયા, પરંતુ તેના બંને ભાઈ નજર આવ્યા નહીં. ઝહીર ઈકબાલ સાથે લગ્ન બાદ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની વચ્ચે અણબનાવના સમાચારે ખૂબ જોર પકડ્યું. આ સૌની વચ્ચે હવે સોનાક્ષી સિન્હાના ભાઈ લવ સિન્હાએ એક પોસ્ટ શેર કરી છે જેનાથી એક વખત ફરી બંને વચ્ચે મતભેદ હોવાની અટકળો ચાલી રહી છે.
આજે સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાના પેરેન્ટ્સના લગ્નની વર્ષગાંઠ છે. આ અવસરે લવ સિન્હાએ સોશિયલ મીડિયા પર માતા પૂનમ સિન્હા અને પિતા શત્રુઘ્ન સિન્હાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં લવ સિન્હા અને કુશ સિન્હા પોતાના પેરેન્ટ્સ સાથે નજર આવી રહ્યાં છે પરંતુ આ ફેમિલી ફોટોમાંથી સોનાક્ષી ગાયબ છે.
લવ સિન્હા પોતાના પેરેન્ટ્સ સાથે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખે છે, હેપ્પી એનિવર્સરી ટુ અમેઝિંગ પેરેન્ટ્સ. અમે તમારા આભારી છીએ અને તમારી સાથે શેર કરવામાં આવેલી દરેક પળ ખૂબ ખાસ છે. એક્ટર લવ સિન્હાની એક પોસ્ટે સૌનું ખૂબ ધ્યાન ખેંચ્યુ. સોશિયલ મીડિયા પર એ અટકળો પણ લગાવાઈ રહી છે કે કદાચ લવ સિન્હા બહેન સોનાક્ષીથી અત્યાર સુધી નારાજ છે.


