Entertainment
લવ એન્ડ વોરનું 100 દિવસનું શૂટિંગ થયું, 90 દિવસનું બાકી
By GS TEAM
13 Jul 20251 min read

- આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ થશે
- રણબીર અને આલિયા લંડનથી પાછાં ફરે તે પછી ઓગસ્ટમાં શૂટિંગ આગળ વધશે
મુંબઈ: આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિક્કી કૌશલની ફિલ્મ 'લવ એન્ડ વોર'નું શિડયૂલ આગળ વધારવા માટે રણબીર અને આલિયાની રાહ જોવાઈ રહી છે. રણબીર અને આલિયા હાલ લંડનમાં વેકેશન માણી રહ્યાં છે.
ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે નવેમ્બરમાં શરુ થયું હતું. તે પછી અત્યાર સુધીમાં ૧૦૦ દિવસનું શૂટિંગ થઈ ગયું છે.
હવે ૯૦ દિવસનું શૂટિંગ બાકી છે. સંજય લીલા ભણશાળીના પ્લાનિંગ અનુસાર આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ થઈ જવાનું છે.
ઓગસ્ટ માસમાં મુંબઈમાં આ ફિલ્મનું નવું શિડયૂલ શરુ થશે. તે પછી કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ વિદેશમાં હાથ ધરાવાનું છે.
રણબીરે તાજેતરમાં 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તે પછી તેણે ્બ્રેક લીધો છે અને લંડનમાં રજા માણી રહ્યો છે.









