VIDEO: 'મને જુઓ...' એક્ટ્રેસ ઝરીન ખાનની તસવીરો લેનારા પેપરાઝી પર જાણો શા માટે ભડકી અભિનેત્રી
જરીને પહેલા પેપ્સનું સ્વાગત કર્યું
જરીન સ્પોટ થઈ ત્યારે પેપરાઝી તેના ફોટા ક્લિક કરવા લાગ્યા. જરીને પણ પેપરાઝીનું દિલથી સ્વાગત કર્યું. પરંતુ જ્યારે તે પાછી ફરી, ત્યારે પેપરાઝીએ તેના પાછળના ભાગનો ફોટો ખેંચવા લાગ્યા. જે જોઈ અભિનેત્રી પેપરાઝી પર ભડકી હતી.
પછી બગડ્યો મામલો
જરીનને એ ગમતું નથી કે કોઈ તેની પાછળથી ફોટો ક્લિક કરે. જરીન તરત ફરે છે અને પેપરાઝીને કહે છે, "મને જુઓ, પાછળ ફોકસ ન કરો...' એક્ટ્રેસે લેમન ગ્રીન કલરનો કુર્તો અને ડેનિમ જીન્સ પહેર્યું હતું.
વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું
જરીન ખાને તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યારબાદ જરીને સલમાન ખાન સાથે ફિલ્મ 'વીર'ની ઓફર મળી હતી. શરૂઆત સારી રહી, પરંતુ કેટરીના કૈફ સાથેની સતત તુલના તેના કારકિર્દી માટે મોટી અવરોધ બની ગઈ અને તેને બીજી ફિલ્મો મળવાની બંધ થઈ ગઇ.