Get The App

લોકડાઉનથી બોલીવૂડને રૂપિયા 1000 કરોડથી પણ વધુ આર્થિક ફટકાની સંભાવના

- કામકાજ ઠપ હોવાથી બહુ મોટી નુકસાની ભોગવવી પડશે

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનથી  બોલીવૂડને રૂપિયા 1000 કરોડથી પણ વધુ આર્થિક ફટકાની સંભાવના 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 એપ્રિલ 2020, બુધવાર

કોરોના વાયરસના જંગ સામે લડવા માટે  ભારતભરમાં લોડકાઉનની સ્થિતિ છે. હવે આ લોકડાઉન ૩મે  સુધી રહેવાનું છે. તેથી અન્ય ઉદ્યોગોની સાથેસાથે મનોરંજન દુનિયા પર પણ આર્થિક સંકટ તૂટી પડયું છે. લોકડાઉન ૨૪ માર્ચથી શરૂ થયું છે અને હાલ ૩ મે સુધી વધારવામાં આવ્યું છે. તેવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી વધતી જણાઇ રહી છે. ફિલ્મોના કામકાજ બંધ થવાની સાથેસાથે ફિલ્મ રીલિઝની તારીખો પણ લંબાઇ જશે. 

પહેલા એવું જણાતું હતું કે, થિએટર્સ બંધ થવાથી ૬૦૦-૯૦૦  કરોડ રૂપિયાની ખોટ જશે. પરંતુ હવે લોકડાઉન  ટુ  પછી આ આંકડા ે રૂપિયા ૧૦૦૦ કરોડને પણ વટાઇ જશે તેવી આશંકા છે. ફિલ્મ એનાલિસ્ટોનું માનવું છે કે, જો આ લોકડાઉન પછી પણ થિયેટરો ખુલશે તો પણ દર્શકો તરત ફિલ્મો જોવા આવશે તે કહેવું મુશ્કેલ છે. 

લોકડાઉનની સૌથી પ્રથમ અસર ફિલ્મ બાગી ૩ અને અંગ્રેજી મીડિયમને પડી છે. આ બન્ને ફિલ્મે જબરી નુકસાની ભોગવી હતી. આ બન્ને ફિલ્મો રૂપિયા ૧૦૦-૧૫૦ કરોડ ક્લબમાં સમાવેશ કરશે એવી આશા હતી. આ પછી સૂર્યવંશી અને ૮૩ની રિલીઝ અટકી ગઇ જે ૧૫૦-૨૦૦ કરોડના કલેકશન કરવાની ગણતરી હતી. પરંતુ હજી પણ સ્થિતિ સામાન્ય થવામાં ઓગસ્ટ-સપ્ટેમ્બર થશે તેવું બોલીવૂડના માંધાતાઓ માની રહ્યા છે. 

જો લોકડાઉન દૂર થતાં  તરત જ  થિયેટરો ખૂલે તો  નવી ફિલ્મો રીલિઝ કરવામાં આવશે તો પણ તેમને આર્થિક નુકસાન જ થવાનું છે. ચીનમાં પણ લોકડાઉન દૂર થતાં જ થિયેટરો ખોલી નાખવામાં આવ્યા હતા, પરંતુ દર્શકો ન મળતાં ત્રીજા જ દિવસે થિયેટરો બંધ કરી દેવા પડયા હતા. રોહિત શેટ્ટી અને કબીર ખાન પોતાની ફિલ્મો સૂર્યવંશી અને ૮૩ની રીલિઝ માટે તૈયાર છે પરંતુ તેઓ લોકડાઉન પૂરું થતાં  તરત જ રીલિઝ કરવાનું જોખમ નહીં લે.

આ ઉપરંત કુલી નંબર વન, ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ અને સલમાન ખાનની રાધે ઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇની રીલિઝ પણ અટકી પડી છે. 

Tags :