રવિવારે સાંજે ફેસબુક પર 85 સિતારાઓના કાફલા સાથેની લાઇવ કોન્સર્ટ
- વન ફોર ઇન્ડિયા કન્સર્ટ દ્વારા મળેલું ભંડોળ ગિવ ઇન્ડિયા સંસ્થામાં કોવિડ 19ની સહાય માટે આપવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 02 મે 2020, શનિવાર
ફેસબુક દ્વારા કોરોના વાયરસના પ્રકોપ સામે જંગ લડવા માટે એક લાઇવ કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વન ફોર ઇન્ડિયા કન્સર્ટમાં દેશવિદેશના લગભગ ૮૫ કલાકારો હિસ્સો લેવાના છે. આ કન્સર્ટ ૩મેના રોજ ફેસબુક પર લાઇવ જોવા મળશે તેમજ તે ચાર કલાક ચાલવાની છે.
આ કન્સર્ટનો હેતુ કોવિડ ૧૯ માટે ભંડોળ એકઠું કરવાનો છે. આ કન્સર્ટ દ્વારા મળેલું ભંડોળ ગિવ ઇન્ડિયા સંસ્થાને આપવામાં આવશે.
આ કન્સર્ટમાં એ આર રહેમાન જેવા દિગ્ગજ સંગીતકારથી ળઇ અજય-અતુલ, ગુલઝાર, ફરહાન અખ્તર, જાવેદ અખ્તર, તેમજ સંગીત સાથે જોડાયેલા અન્યો ગાયકો ભાગ લેવાના છે.
જ્યારે આ કન્સર્ટમાં આમિર ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અક્ષય કુમાર,આલિયા ભટ્ટ, અનિલ કપૂર, અનુષ્કા શર્મા, હૃતિક રોશન, કરણ જોહર, કરીના કપૂર ખાન, કેટરિના કૈફ, પ્રિયકા ચોપરા, માધુરી દિક્ષીત, શાહરૂખ ખાન, રણવીર સિંહ, રાણી મુખર્જી, ટાઇગર શ્રોફ, વરુણ ધનવ, વિકી કૌશલ પરફોર્મ કરતા જોવા મળશે.
આ ઉપાંત વિદેશી કલાકારો પણ આમાં જોડાયા છે જેમાં બ્રાયન, લિલી સિંહ, મિન્ડી, રૂસેલ પીટર્સ, સોફી ટર્નર અને વિલ સ્મિથ તથા અન્યો છે.
ફક્ત મનોરંજન ઉદ્યોગ જ નહીં પરંતુ રમતગમતના ક્ષેત્રમાંથી પણ વિરાટ કોહલી, રોહિત શર્મા, સાનિયા મિર્ઝા જેવા રમતવીરો આ કન્સર્ટનો હિસ્સો બનવાના છે.
ગિવ ઇન્ડિયા લગભગ ૧૦૦ એનજીઓ સંસ્થા સાથે જોડાયેલી છે. જે જરૂરિયાતમંદોની તમામ કાળજી રાખે છે.
આ કન્સ્રટનો મુખ્ય ્હેતુ લોકડાઉનના સમયમાં ઘરે બેસેલા લોકોનું મનોરંજન, તેમજ ફ્રન્ટલાઇનર્સનુ સમ્માનની સાથેસાથે ભંડોળ ભેગુ કરવાનું છે.