For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌને હસાવનાર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ સૌને રડતા મૂકી ખરા અર્થમાં 'સ્વર્ગસ્થ' થયા

Updated: Sep 21st, 2022


- અસામાન્ય સંઘર્ષમય જીવન જીવી અવરોધો પાર કરી તેમણે ફિલ્મ તેમજ ટી.વી. ક્ષેત્રે પણ અસામાન્ય સિદ્ધિ મેળવી હતી

નવી દિલ્હી : ખ્યાતનામ હાસ્ય કલાકાર (કોમેડિયન) રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં આજે નિધન થયું છે. તેઓના કુટુંબીજનોને આ પ્રમાણે જણાવ્યું છે.

તે સર્વવિદિત છે કે એક હોટેલના 'જીમ'માં વર્કઆઉટ (કસરત) કરતા તેઓ ઉપર હૃદયરોગનો હુમલો થયો હતો, અને તેઓ 'ટ્રેડમિલ' ઉપરથી પડી ગયા. તુર્ત જ તેઓના ઇન્સ્ટ્રક્ટરે તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને કાર્ડિયોલોજી ડીપાર્ટમેન્ટમાં તેઓની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.

હૃદય ઉપર અસર થવાથી રક્ત તેઓના મગજ સુધી પહોંચી શકતું ન હતું. તેથી ડોક્ટરોએ કહ્યું હતું કે, તેઓને ભાનમાં આવતા સમય લાગશે. તેઓને બ્રેઇન ઇન્જરી પણ થઈ છે. હાર્ટ એટેકને લીધે ઓક્સિજન ઉપર મગજ સુધી પહોંચતો પણ નથી. તેઓને વેન્ટીલેટર ઉપર 'લાફ ગીવીંગ સપોર્ટ'માં રખાયા તે પછી બોડીમાં થોડી મુવમેન્ટ પણ દેખાતા તેઓ ફરી બેઠા થઈ જશે તેવી આશા પણ બંધાણી હતી.

રાજુ શ્રીવાસ્તવે કેટલાયે પોપ્યુલર શૉમાં કામ કરી ચૂક્યાહતા. અને દેશના સૌથી વધુ લોકપ્રિય હાસ્ય કલાકાર બની રહ્યા હતા. આબાલવૃદ્ધ તેવા સૌ કોઈના પ્રીતિ-પાત્ર બની રહ્યા હતા.

તેઓએ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ', 'બીગબોસ', 'શક્તિમાન','કોમેડી સર્કસ' અને 'ધ કપિલ શર્મા શૉ' પણ કર્યા હતા.

આ ઉપરાંત 'મૈને પ્યાર કીયા', 'તેજાબ', 'બાજીગર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું થોડા સમય પૂર્વે જ તેઓ 'ઇંડિયન લાફ્ટર ચેમ્પિયન'માં દેખાતા હતા. તેમાં સ્પેશ્યલ ગેસ્ટ (અતિથિ વિશેષ) તરીકે હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કૉમેડી શૉ અંગે કહ્યું કે, 'જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે કોમેડિયનને ઘણા લોકો સમજી જ શકતા ન હતા. તે સમયે તો જોક્સ જ્હોની વોકરથી શરૂ કરી જ્હોની વોકર સુધીમાં જ પૂરી થતી હતી. તે સમયે 'સ્ટેન્ડ અપ કોમેડી' માટે જગા જ ન હતી તેથી મારે જે સ્થાન જોઈતું હતું તે ન મળ્યું.'

તેઓએ મુંબઈમાં એટલી સ્ટ્રગલ કરી કે પોતાના ગુજારા માટે ઓટો રીક્ષા પણ ચલાવવી પડી હતી.

તેમાં એક પેસેન્જરના કારણે તેમને બહુ મોટો બ્રેક મળી ગયો તેઓનું ભાગ્ય જ ઉઘડી ગયું.

Gujarat