અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' નો પહેલા દિવસનો રિપોર્ટ કાર્ડ, જાણો ફ્લોપ કે હીટ
પહેલા દિવસે આટલા કરોડ રૂપિયાની કમાણી
વર્ષ 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ 'સન ઓફ સરદાર' હીટ ફિલ્મ રહી હતી. હવે તેની સિક્વલ ફિલ્મથી એવી આશા હતી કે તે પણ પહેલા દિવસે અંદાજે રૂપિયા 10થી 12 કરોડથી બૉક્સ ઑફિસ પર ખાતુ ખોલશે અને 'સૈયારા' ફિલ્મને ટક્કર આપશે પણ ફિલ્મે ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું. અજય અને મૃણાલની આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધીમી શરૂઆત કરી હતી. એક રિપોર્ટ અનુસાર ફિલ્મે પહેલા દિવસે 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
કમાણીમાં આ ફિલ્મને પાછળ છોડી
સન ઓફ સરદાર 2 ની બૉક્સ ઓફિસ પર શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ આ ફિલ્મ રિલીઝ થયા પછી 'સૈયારા' ફિલ્મને બૉક્સ ઑફિસ પર થોડી અસર પહોંચી છે. ફિલ્મે કમાણીની સરખામણીમાં ગઈકાલે (1 ઓગસ્ટ 2025) રિલીઝ થયેલી 'ધડક-2' ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે. શુક્રવારે મોહિત સૂરી ની ફિલ્મ 'સૈયારા'એ 4.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.